ગયા ગુરુવારે સ્મિથ પ્રથમ T20 મૅચમાં બોલિન્જરની પહેલી ઓવરના પાંચ બૉલમાં બીટ થયા પછી છઠ્ઠા બૉલમાં આઉટ થઈ ગયો હતો. એ કડવા અનુભવને લીધે તેણે રવિવારની બીજી T20 મૅચમાં ઇનિંગ્સની શરૂઆત કરવાનું ટાળ્યું હતું અને કૅપ્ટન હાશિમ અમલાને દાવની શરૂઆત કરવાની વિનંતી કરી હતી. અમલાએ તેનું કહ્યું કર્યું તો ખરું, પણ બોલિન્જર સામે અમલા ચાર બૉલમાં સંઘર્ષ કર્યા પછી પાંચમા બૉલમાં આઉટ થઈ ગયો હતો.
સ્મિથે બુધવારે સિરીઝની પ્રથમ વન-ડેમાં ફરી બોલિન્જર સામે આવવાની હિંમત કરી હતી અને ફસાઈ ગયો હતો. બોલિન્જરના ઇનિંગ્સના પહેલા ચાર બૉલમાં સ્મિથ ટકી ગયો હતો અને એક ફોર પણ ફટકારી હતી, પરંતુ પાંચમા બૉલ પર એ જ ચાર રનના સ્કોરે તે આઉટ થઈ ગયો હતો અને સેન્ચુરિયનના પ્રેક્ષકોએ સ્મિથનો હુરિયો બોલાવ્યો હતો. જોકે અમ્પાયરને સ્મિથને લેગ બિફોરની અપીલમાં ખોટો આઉટ આપ્યો હતો. બૉલ સ્મિથને ન વાગ્યો હોત તો સ્ટમ્પ્સની ઉપરથી પસાર થઈ ગયો હોત એવું રિપ્લેમાં જોવા મળ્યું હતું.
પાંચ વર્ષ રખડતા રહેલા ઘેટાનું મુંડન કરાતાં 34 કિલો ઊન મળ્યું
24th February, 2021 07:27 ISTઇન્ડિયા-સાઉથ આફ્રિકા વિમેન્સ ક્રિકેટ 7 માર્ચથી થઈ શકે છે શરૂ
23rd February, 2021 12:55 ISTડેવોન કોનવેની અણનમ 99ની ઇનિંગને લીધે ન્યુ ઝીલૅન્ડનો વિજય
23rd February, 2021 12:44 ISTગર્લફ્રેન્ડને સરપ્રાઇઝ આપવા આ ભાઈએ મેકઅપથી ટૅટૂને ઢાંક્યાં
22nd February, 2021 09:19 IST