પ્રથમ ગ્રાસે મક્ષિકા ઇન્ડિયા-શ્રીલંકાની પહેલી ટી૨૦ મૅચને નડ્યા મેઘરાજા

Published: Jan 06, 2020, 16:36 IST | Mumbai Desk

મહેમાન ટીમ બૅટિંગ કરવા મેદાનમાં આવે એ પહેલાં મેઘરાજા વગરઆમંત્રણે મેદાનમાં ત્રાટક્યા હતા અને મૅચ રદ કરવાનો વારો આવ્યો હતો.

વરસાદને કારણે ગઈ કાલની ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની પહેલી ટી૨૦ મૅચ રદ કરવી પડી હતી. જોકે મૅચ રમી શકાય એ માટે ગ્રાઉન્ડ-સ્ટાફે પિચ સૂકવવા ઇલેક્ટ્રિક બ્લોઅરનો ઉપયોગ કર્યો હતો. (તસવીર : પી.ટી.આઇ.)
વરસાદને કારણે ગઈ કાલની ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની પહેલી ટી૨૦ મૅચ રદ કરવી પડી હતી. જોકે મૅચ રમી શકાય એ માટે ગ્રાઉન્ડ-સ્ટાફે પિચ સૂકવવા ઇલેક્ટ્રિક બ્લોઅરનો ઉપયોગ કર્યો હતો. (તસવીર : પી.ટી.આઇ.)

૨૦૨૦ની પહેલી ટી૨૦ સિરીઝ ગઈ કાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની હતી પણ નવા વર્ષની પહેલી ટી૨૦ સિરીઝની પહેલી મૅચમાં મેઘરાજા નડ્યા હતા. જોકે બન્ને ટીમ વચ્ચે ટૉસ થયો હતો. ભારતે ટૉસ જીતીને શ્રીલંકાને પહેલાં બૅટિંગનું આમંત્રણ આપ્યું હતું. મહેમાન ટીમ બૅટિંગ કરવા મેદાનમાં આવે એ પહેલાં મેઘરાજા વગરઆમંત્રણે મેદાનમાં ત્રાટક્યા હતા અને મૅચ રદ કરવાનો વારો આવ્યો હતો. 

પહેલી ટેસ્ટ મૅચ રદ થતાં ક્રિકેટપ્રેમીઓ નારાજ થયા હતા. બન્ને ટીમ વચ્ચેની બીજી ટી૨૦ મૅચ સાતમી જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ જીતવા માટે આ પ્રતિસ્પર્ધીઓએ બન્ને મૅચ જીતવી જરૂરી છે. સિરીઝ પર કબજો જમાવવા કોહલી અને મલિન્ગા કેવી રણનીતિ સાથે ઇન્દોરના મેદાનમાં ઊતરશે એ જોવાનું રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK