હરિયાણાના હાંસીમાં ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ સામે જાતિવાદી ટિપ્પણી કરવા બદલ એસસી/એસટી ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નૅશનલ અલાયન્સ અને દલિત હ્યુમન રાઇટ્સના રજત કાલસનની ફરિયાદ પર આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વાસ્તવમાં કોરોનાને લીધે લાગેલા લૉકડાઉનમાં યુઝવેન્દ્ર ચહલે અનેક મસ્તી અને ડાન્સથી ભરેલા વિડિયો ટિક ટૉક પર બનાવ્યા હતા. લૉકડાઉન, કુલદીપ યાદવ અને ચહલના વિડિયો જેવા કેટલાક મુદ્દાઓની ચર્ચા રોહિત શર્મા અને યુવરાજ સિંહ વચ્ચેની લાઇવ ચૅટમાં પણ થઈ હતી, જેમાં યુવરાજે વાત-વાતમાં ચહલ વિરુદ્ધ જાતિવાદની ટિપ્પણી કરી હતી.
યુઝવેન્દ્ર ચહલ પર જાતિવાદી ટિપ્પણી કર્યા બાદ યુવરાજ સિંહે માફી માગતાં કહ્યું કે ‘હું દરેક વ્યક્તિનું સન્માન કરું છું. હું મારા દોસ્તો સાથે વાત કરતો હતો એ વખતે મારી વાતને ખોટી રીતે લેવામાં આવી હતી. એક જવાબદાર નાગરિક હોવાને લીધે ભૂલથી પણ જો મારી વાતથી કોઈને દુ:ખ પહોંચ્યું હોય તો એ બલદ હું માફી માગું છું.’
મંગેતરના બર્થ-ડે પર મૅક્સવેલની ધાકડ ઇનિંગ
4th March, 2021 10:00 ISTઅફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની ટેસ્ટ પણ બે દિવસમાં સમાપ્ત
4th March, 2021 10:00 ISTક્યારેય પિચની ફરિયાદ નથી કરી એ જ છે અમારી સફળતાનું રહસ્ય: વિરાટ કોહલી
4th March, 2021 10:00 ISTમૅરેજની તૈયારી માટે જસપ્રીત બુમરાહ રજા પર
3rd March, 2021 10:23 IST