સ્મિથ અને કોહલી વિશ્વમાં ગમે ત્યાં ડોમિનેટ કરી શકે છે: ફિન્ચ

Published: 11th June, 2020 17:05 IST | Gujarati Mid-day Correspondent | Melbourne

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચને લાગે છે કે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ વિશ્વમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગેમને ડોમિનેટ કરી શકે છે

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચને લાગે છે કે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ વિશ્વમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગેમને ડોમિનેટ કરી શકે છે. આ વિશે વધુ જણાવતાં ફિન્ચનું કહેવું છે કે ‘મારા ખ્યાલથી ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ અને સ્મિથના રેકૉર્ડ અદ્ભુત છે. જેમ્સ ઍન્ડરસન સામે કેટલાંક વર્ષો પહેલાં વિરાટે જે સિરીઝ રમી હતી એ તેના માટે ઘણી અઘરી રહી હતી, પણ ૨૦૧૮માં તેણે બાજી પલટી નાખી હતી. બીજી બાજુ કહું તો સ્મિથ ક્યાંય પણ સ્ટ્રગલ નથી કરતો. તે એક સારો ટેસ્ટ પ્લેયર છે. આ બન્ને પ્લેયરની સારી વાત એ છે કે તેઓ ભલે અલગ-અલગ હોય, પણ તેઓ વિશ્વમાં ગમે ત્યાં ગેમને ડોમિનેટ કરી શકે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે પોતાના દેશમાં તેઓ ઘણી સારી રીતે રમત રમતા હોય છે, પણ આખા વિશ્વમાં પણ તેઓ સારી રીતે રમીને દેખાડે છે. આ ક્રિકેટ છે, તેઓ જ્યારે રમે ત્યારે ઓછા સ્કોરમાં પણ આઉટ થઈ શકે છે અથવા વિશાળ સ્કોર પણ બનાવી શકે છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK