ટ્રેઇનિંગ પર પાછા ફરીને સારું લાગી રહ્યું છે: સ્ટુઅર્ટ બ્રૉડ

Published: May 23, 2020, 16:56 IST | Gujarati Mid-day Correspondent | England

ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં ટ્રેઇનિંગ પર પાછા ફરીને સારું લાગી રહ્યું હોવાની વાત તેણે કરી હતી

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે તાજેતરમાં પોતાની વ્યક્તિગત ટ્રેઇનિંગ કરતો એક વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં ટ્રેઇનિંગ પર પાછા ફરીને સારું લાગી રહ્યું હોવાની વાત તેણે કરી હતી. પોતાનો વિડિયો અપલોડ કરી બ્રૉડે લખ્યું કે ‘પડદા પાછળ ઘણું કામ ચાલતું હોય છે જેને કારણે દરેક વસ્તુ શક્ય બને છે. ટ્રેન્ટ બ્રિજ અને ઇંગ્લૅન્ડ ક્રિકેટના લોકોનો ખૂબ ખૂબ આભાર, જેઓ આ કામમાં સતત જોડાયેલા રહ્યા. હું ખરેખર તેમને બિરદાવું છું. હાથમાં બૉલ લઈને ફરી એક વાર મેદાનમાં આવવાનું ઘણું ગમ્યું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK