Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બીજી ટેસ્ટમાં ફવાદ આલમને ચાન્સ મળવો જોઈએ : અકરમ

બીજી ટેસ્ટમાં ફવાદ આલમને ચાન્સ મળવો જોઈએ : અકરમ

12 August, 2020 04:54 PM IST | Southampton
IANS

બીજી ટેસ્ટમાં ફવાદ આલમને ચાન્સ મળવો જોઈએ : અકરમ

વસીમ અક્રમ

વસીમ અક્રમ


પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમનું કહેવું છે કે ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં ફવાદ આલમને ચાન્સ મળવો જોઈએ. ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લૅન્ડ ૧-૦થી લીડ લઈ ચૂક્યું છે. પોતાનો મત જણાવતાં અકરમે કહ્યું કે ‘આગામી મૅચમાં વિકેટ બહુ ટર્ન થતી જોવા નહીં મળે. તમે એક સ્પિનર અને એક એક્સ્ટ્રા બૅટ્સમૅન સાથે રમી શકો છો. તમને એક મિડલ ઑર્ડર બૅટ્સમૅનની જરૂર પડશે અને એ કામ ફવાદ કરી શકશે. તે પોતે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન છે એટલે રાઇટ-લેફ્ટનું કૉમ્બિનેશન પણ બનાવી શકાશે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની ઍવરેજ ઘણી સારી છે. ટેસ્ટ ડેબ્યુમાં તેણે સેન્ચુરી મારી હતી. માટે જો હું કૅપ્ટન હોઉં તો મિડલ ઑર્ડર માટે તેને પસંદ કરું.’
ફવાદ અત્યાર સુધી ત્રણ ટેસ્ટ અને ૩૮ વન-ડે રમી ચૂક્યો છે. એ ઉપરાંત રાશિદ લતિફે ટીમ મૅનેજમેન્ટને ટીમમાં હૈદર અલીનો સમાવેશ કરવાની સલાહ આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2020 04:54 PM IST | Southampton | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK