Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફાસ્ટ બોલિંગ મારા માટે નૅચરલ છે: નવદીપ સૈની

ફાસ્ટ બોલિંગ મારા માટે નૅચરલ છે: નવદીપ સૈની

12 January, 2020 01:32 PM IST | Mumbai Desk

ફાસ્ટ બોલિંગ મારા માટે નૅચરલ છે: નવદીપ સૈની

ફાસ્ટ બોલિંગ મારા માટે નૅચરલ છે: નવદીપ સૈની


શ્રીલંકા સામેની ટી૨૦ સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર નવદીપ સૈનીનું કહેવું છે કે ફાસ્ટ બોલિંગ મારા માટે નૅચરલ છે. પહેલી મૅચ ધોવાઈ ગયા બાદ બાકીની બે ટી૨૦માં સૈનીએ કુલ પાંચ વિકેટ ઝડપી હતી. આ વિશે વાત કરતાં સૈનીએ કહ્યું કે ‘હું જ્યારે પહેલાં લાલ બૉલથી રમતો હતો ત્યારે મને વાઇટ બૉલની ગેમ વધારે અઘરી લાગતી હતી. જોકે હવે પ્રૅક્ટિસ બાદ મને એ સરળ લાગે છે અને હું એમાં ઇમ્પ્રૂવમેન્ટના પણ પ્રયાસ કરી રહ્યો છું. મારા સિનિયર્સ પણ મને મદદ કરી રહ્યા છે અને અઘરી પરિસ્થિતિમાં કઈ રીતે બોલિંગ કરવી એ પણ શીખવી રહ્યા છે.’

સૈનીએ શ્રીલંકા સામેની છેલ્લી ટી૨૦ મૅચમાં ૩.૫ ઓવરમાં ૨૮ રન આપીને સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. પોતાની ફાસ્ટ બોલિંગ વિશે વાત કરતાં નવદીપે કહ્યું કે ‘ફાસ્ટ બોલિંગ મારા માટે નૅચરલ છે. ટીમ ઇન્ડિયા માટે રમવા હું મારી ડાયટ અને જિમ પર પણ ફોકસ કરું છું. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી હું લાલ બૉલથી રમી રહ્યો છું. એ પહેલાં હું માત્ર ટેનિસ બૉલથી જ રમ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2020 01:32 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK