પાકિસ્તાનમાં મૅચ રમવા માટે એક ચાહકે વિરાટ કોહલીને વિનંતી કરી

Published: Oct 11, 2019, 12:59 IST | લાહોર

પાકિસ્તાનના એક ચાહકે ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીને તેમના દેશમાં રમવા આવવા માટે વિનંતી કરી છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

પાકિસ્તાનના એક ચાહકે ઇન્ડિયન કૅપ્ટન વિરાટ કોહલીને તેમના દેશમાં રમવા આવવા માટે વિનંતી કરી છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી ટી૨૦ મૅચ બુધવારે રમાઈ હતી. આ મૅચમાં એક ચાહક બોર્ડ લઈને ઊભો હતો. એના પર લખ્યું હતું, ‘વિરાટ કોહલી અમે તને પાકિસ્તાનમાં રમતો જોવા માગીએ છીએ.’

ભારત-પાકિસ્તાન વચ્ચેના મુદ્દાને લઈને ક્રિકેટ ટીમ ફક્ત ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની ઇવેન્ટમાં જ સાથે રમે છે. તેઓ છેલ્લે વર્લ્ડ કપમાં સામસામે રમ્યા હતા. ૨૦૧૨-’૧૩ બાદ આ બે દેશ વચ્ચે કોઈ સિરીઝ રમાઈ નથી. વિરાટ કોહલીએ ઘણી ટૂર કરી છે, પરંતુ તે હજી સુધી પાકિસ્તાનમાં એક પણ મૅચ નથી રમ્યો. એથી પાકિસ્તાનનો ચાહક તેને પોતાના દેશમાં રમતો જોવાની ઇચ્છા ધરાવતો હોવાથી તેણે આ વિનંતી કરી છે.

આ પણ વાંચો : બીજી વાર સેન્ચુરી કરનારો બીજો ઇન્ડિયન ક્રિકેટર બન્યો મયંક અગરવાલ

ટીમને ૫૦ ટેસ્ટ મૅચમાં લીડ કરનારો કોહલી બન્યો બીજો ઇન્ડિયન કૅપ્ટન

ટેસ્ટ મૅચમાં ૫૦ અથવા એથી વધુ વાર ટીમને લીડ કરનારા ઇન્ડિયન કૅપ્ટનમાં વિરાટ કોહલી બીજા ક્રમે પહોંચ્યો છે. અત્યાર સુધી સૌથી વધુ મૅચમાં ટીમને લીડ કરનારા કૅપ્ટનોમાં મહેન્દ્ર સિંહ ધોની પહેલા ક્રમે છે. બીજા ક્રમે સૌરવ ગાંગુલી ૪૯ મૅચ સાથે છે. જોકે ગઈ કાલથી શરૂ થયેલી ટેસ્ટ મૅચને કારણે ગાંગુલી કરતાં કોહલી આગળ નીકળી ગયો છે. કોહલીની ટેસ્ટમાં કૅપ્ટન તરીકેની આ ૫૦મી મૅચ છે. સૌથી વધુ મૅચ ધોનીની છે. તેણે ૨૦૦૮થી ૨૦૧૪ દરમ્યાન ૬૦ ટેસ્ટ મૅચમાં ઇન્ડિયાને લીડ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK