પંતને શું સીટ ગરમ કરવા માટે રાખ્યો છે?

Published: Feb 14, 2020, 15:49 IST | Mumbai Desk

બન્ને પ્લેયરોને ન્યુ ઝીલૅન્ડ સામેની ટૂરમાં ન રમાડવાના હો તો ડોમેસ્ટિક અને ઇન્ડિયા-એ માટે રમવા દેવાનું કર્યું સૂચન

આઇપીએલની ટીમ દિલ્હી કૅપિટલ્સના કો-ઓનર અને જેએસડબ્લ્યુ સ્ટીલના ડિરેક્ટર પાર્થ જિન્દલે હાલમાં રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિન વિશે વાત કરતાં પોતાના વિચાર વહેતા કર્યા છે. પંત અને અશ્વિનને ન્યુ ઝીલૅન્ડ સામેની ટીમમાં સામેલ ન કરાતાં તેમનો ગુસ્સો ફૂટ્યો હતો. આ બન્ને પ્લેયરોમાં ટૅલન્ટ હોવા છતાં તેમને ટીમમાં સામેલ કરાયા નહોતા. આ વિશે જિન્દલે કહ્યું હતું કે ‘પંતને શું ટીમમાં માત્ર સીટ ગરમ કરવા માટે રાખ્યો છે? તેને રિઝર્વમાં રાખવા કરતાં ઇન્ડિયા-‘એ’ અથવા તો ડોમેસ્ટિક ક્રિકેટમાં રમાડવામાં ‍આવે તો એ વધારે સારું રહેશે. ટૅલન્ટેડ પ્લેયર હોવા છતાં તેને પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડેમાં રમાડવામાં ન આવ્યો.’
બીજી બાજુ અશ્વિન વિશે વાત કરતાં જિન્દલે કહ્યું કે ‘મને ખબર નથી પડતી કે શા માટે અશ્વિનને ટીમમાં નથી લેવાયો? આ વિકેટ લેનાર પ્લેયર સામે શું અણગમો છે? ટી૨૦માં વાઇટવૉશ કરનાર ટીમને કિવીઓએ ફરી બતાવી દીધું કે તેમણે સેમી ફાઇનલમાં આપણને મહાત કેવી રીતે આપી. ઇન્ડિયાને વિકેટ લેનારા અને એક્સ-ફૅક્ટરવાળા પ્લેયરની
જરૂર છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK