અનુભવ અને ક્વૉલિટી હોવાથી ચેન્નઈ સુપર કિંગ્સ જીતવાના ચાન્સ વધારે છે : શેન વૉટ્સન

Updated: Sep 11, 2020, 13:28 IST | IANS | Dubai

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મોસ્ટ ફેવરિટ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતની આઇપીએલ માટે સારી તૈયારી કરી રહ્યું છે.

શેન વૉટસન
શેન વૉટસન

ચૈન્નાઇ સુપર કિંગ્સના ઑલરાઉન્ડર શેન વૉટ્સનનું કહેવું છે કે અમારી ટીમ પાસે એક્સ્પીરિયન્સ અને ક્વૉલિટી હોવાથી અમારા જીતવાના ચાન્સ વધુ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મોસ્ટ ફેવરિટ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતની આઇપીએલ માટે સારી તૈયારી કરી રહ્યું છે. જોકે તેમની ટીમમાંથી સુરેશ રૈના અને હરભજન સિંહ આ વખતે આઇપીએલ નહીં રમે. ટીમ વિશે વાત કરતાં વૉટ્સને કહ્યું કે ‘સારા અનુભવ હોવાનો અર્થ એ થાય છે કે તમારી ટીમના પ્લેયર્સ ક્રિકેટની પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે અને પ્રેશરમાં રમવાનું જાણે છે માટે મને લાગે છે કે આ વખતે અમારા જીતવાના ચાન્સ વધારે છે, કારણ કે અમારી પાસે ક્વૉલિટી અને અનુભવી પ્લેયર્સ વધારે છે. ઝડપથી ઊભા થવાની તક પણ અમારી પાસે છે. છેલ્લા કેટલાક સમયથી ટી૨૦ ક્રિકેટ રમી રહ્યો છું છતાં આ ટુર્નામેન્ટ મારા માટે એક ચૅલેન્જ હોય છે. ૨૦૧૮ની સીઝન મારા માટે સૌથી સારી રહી હતી, જ્યારે ગયા વર્ષે અમે કાંઠે આવીને ડૂબ્યા હતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK