Cricket World Cup 2019: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં આવી હોઇ શકે છે પ્લેઇંગ 11

Updated: Oct 12, 2019, 13:32 IST | London

ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય સમયાનુસાર આ મેચ બપોરે 3 કલાકે શરૂ થશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી વર્લ્ડ કપમાં 7 મેચ રમી ચુકી છે. જેમાંથી 1 માં તેને હાર મળી છે. જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.paint

File Photo
File Photo

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહલે વર્લ્ડ કપ 2019માં ટાઇટલ જીતવા માટેની મજબુત દાવેદાર ગણાતી ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય સમયાનુસાર આ મેચ બપોરે 3 કલાકે શરૂ થશે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી વર્લ્ડ કપમાં 7 મેચ રમી ચુકી છે. જેમાંથી 1 માં તેને હાર મળી છે. જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. બાકી 5માં ભારતનો વિજય થયો છે.

તો બાંગ્લાદેશ ટીમની વાત કરીએ તો તેની પાસે 7 મેચોમાં 7 પોઈન્ટ છે. વિજય શંકર ટીમ ઈન્ડિયાનો બીજો ખેલાડી છે જે વિશ્વકપમાંથી બહાર થયો છે. તેની જગ્યા મયંક અગ્રવાલ લેશે. પરંતુ તે બાંગ્લાદેશ વિરુદ્દ મેદાનમાં ઉતરશે નહીં. બાંગ્લાદેશ માટે સારા સમાચાર છે કે મિડલ ઓર્ડર બેટ્સમેન મબમૂદઉલ્લાહ ફિટ થઈ ગયો છે. આ હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન.

કેદારજાધવના સ્થાને જાડેજાની રમવાની સંભાવના
અત્યાર સુધી કેદાર જાધવની વાત કરીએ તો વર્લ્ડ કપમાં કોઈ નોંધનીય પ્રદર્શન કર્યું નથી. તેની ફીલ્ડિંગ પર પણ સવાલ ઉઠ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશ સામે કોહલી અને કોચ રવિ શાસ્ત્રી જાડેજાને તક આપી શકે છે. જો પિચ બેટિંગ માટે અનુકૂળ રહી તો સંભવ છે કે દિનેશ કાર્તિકને તક મળે.

ટીમ ઈન્ડિયાની સંભવીત પ્લેઇંગ 11
વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, રિષભ પંત, ધોની, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

મહમૂદુલ્લાહ બાંગ્લાદેશ ટીમમાં વાપસી કરી શકે છે
બાંગ્લાદેશ માટે મેચ પહેલા એક સારા સમાચાર આવ્યા છે. મિડલ ઓર્ડરમાં તેનો વિશ્વાસપાત્ર બેટ્સમેન મહમૂદુલ્લાહની વાપસી નક્કી છે. તેણે સોમવારે નેટ્સ પર ઘણો સમય પસાર કર્યો હતો. શાકિબ અલ હસને વધુ પ્રેક્ટિસ ન કરી પરંતુ તે ફિટ છે. તે વાતની સંભાવના ઓછી છે કે બાંગ્લાદેશ ટીમમાં વધુ ફેરફાર થશે.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

બાંગ્લાદેશની સંભવીત પ્લેઇંગ 11
શાકિબ અલ હસન, તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, મુશફિકુર રહીમ, લિટન દાસ, મહમૂદુલ્લાહ, શબ્બીર રહમાન, મોસાદ્દિક હુસૈન, મુશરફે મોર્તજા, મુસ્તફિઝુર રહમાન અને મેહદી હસન.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK