વર્લ્ડ કપ જીતવા છતાં ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગન નાખુશ

Published: Jul 21, 2019, 23:12 IST | London

ઇંગ્લેન્ડને પહેલીવાર ચેમ્પિયન બનાવનાર ઓઇન મોર્ગન ફાઇનલના પરીણામથી સંતુષ્ટ નથી. બ્રિટિશ ન્યુઝપેપર ધ ટાઈમ્સને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે બંને ટીમો બરાબરની હોય ત્યારે આવું પરિણામ આવે તે બિલકુલ યોગ્ય નથી.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સુકાની ઇયોન મોર્ગન (PC : AFP)
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સુકાની ઇયોન મોર્ગન (PC : AFP)

London : ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પહેલીવાર વર્લ્ડ કપનું ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો છે. તેમ છતાં ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગને એવું નિવેદન આપ્યું કે તે સાંભળીને ઇંગ્લેન્ડના ક્રિકેટ ચાહકો ચોકી ઉઢ્યા છે.


ઇંગ્લેન્ડને પહેલીવાર ચેમ્પિયન બનાવનાર ઓઇન મોર્ગન ફાઇનલના પરીણામથી સંતુષ્ટ નથી. બ્રિટિશ ન્યુઝપેપર ધ ટાઈમ્સને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે
, જ્યારે બંને ટીમો બરાબરની હોય ત્યારે આવું પરિણામ આવે તે બિલકુલ યોગ્ય નથી. ફાઇનલની મેચ અને સુપર ઓવર બંનેમાં ટાઈ પડી હતી. અંતે વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ફાઇનલ પછી આઈસીસીના આ નિયમનો ક્રિકેટ ફેન્સે વિરોધ કર્યો હતો.


ઇંગ્લેન્ડ માટે મેચ જીતવી સરળ ન હતી
મોર્ગને એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, બંને ટીમો વચ્ચે બરોબરીની ટક્કર થઇ હતી. મને નથી લાગતું મેચમાં એવી એક પણ ક્ષણ હોય જ્યાં તમે કહી શકો કે આ ટીમે આ ભૂલ કરી હોવાથી મેચ ગુમાવી પડી હતી. તેણે વધુ ઉમેરતા કહ્યું કે, હું પોતે ગ્રાઉન્ડ ઉપર હતો. પરંતુ કોઈ એક પોઇન્ટ કહેવો કે ક્યાં અમે મેચ જીત્યા અથવા કિવિઝ હાર્યું- તે અશક્ય છે. અમારી માટે આ મેચ જીતવી બિલકુલ સરળ ન હતી. એવું કહેવું અઘરું છે કે અમે જીતના હકદાર હતા, કારણકે મેચમાં અમારી એવી કોઈ પકડ ન હતી.


આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

વિલિયમ્સન આઇપીએલથી મિત્ર બન્યો
મોર્ગન કહ્યું કે, મેચ પછી મેં વિલિયમ્સન સાથે ઘણી વાતો કરી છે. આઇપીએલમાં અમે બહુ સમય ભેગા હોવાથી મિત્રો બની ગયા છીએ. અમારા બંનેમાંથી કોઈ પણ પરિણામને લઈને કોઈ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવાની સ્થિતિમાં નથી. તેણે કહ્યું કે આ પ્રકારના નજીવા અંતર અંગે કોઈ વિચારવું શક્ય નથી. પરંતુ આપણે ખુશ રહેવું જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK