ઇંગ્લૅન્ડ-શ્રીલંકા વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મૅચ ઇંગ્લૅન્ડે સહેલાઈથી ૭ વિકેટે જીતી લીધી છે. ઇંગ્લૅન્ડને આ મૅચ જીતવા માટે ૭૪ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે એણે ત્રણ વિકેટ ગુમાવીને મૅચના અંતિમ દિવસે મેળવી લીધો હતો. જો રૂટને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીલંકન ધરતી પર આ ઇંગ્લૅન્ડની સતત પાંચમી જીત હતી
ઇંગ્લૅન્ડે મૅચના અંતિમ દિવસે ત્રણ વિકેટે ૩૮ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. મૅચ જીતવા માટે તેમને માત્ર ૩૬ રનની જરૂર હતી. જૉની બેરસ્ટોએ નૉટઆઉટ ૩૫ રન અને ડૅનિયલ લૉરેન્સે નાબાદ ૨૧ રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં શ્રીલંકાના લસિથ એમ્બુલ્ડેનિયાને બે વિકેટ મળી હતી.
પહેલી ઇનિંગમાં શ્રીલંકા માત્ર ૧૩૫ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતતું જેની સામે અંગ્રેજ ટીમે પહેલી જ ઇનિંગમાં કૅપ્ટન જો રૂટની ૨૨૮ રનની ધાકડ ઇનિંગને લીધે ૪૨૧ રનનો પહાડ સર્જી દીધો હતો. બીજી ઇનિંગમાં શ્રીલંકાએ વળતો પ્રહાર કરતાં ઓપનર લહિરુ થિરિમાનેની ૧૧૧ રનની ઇનિંગની મદદથી ૩૫૯ રન બનાવીને ૭૩ રનની લીડ લીધી હતી. આ ટાર્ગેટ ઇંગ્લૅન્ડે સરળતાથી ચેઝ કરી લીધો હતો.
આ મૅચ જીતીને ઇંગ્લૅન્ડે બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ લઈ લીધી છે. બન્ને દેશ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મૅચ ૨૨ જાન્યુઆરીથી ગાલે ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં જ રમાશે.
મોઈન અલી કોરોના નેગેટિવ
શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મૅચ પહેલાં કોરોનાગ્રસ્ત થયેલો મોઈન અલી હવે કોરોના નેગેટિવ થયો છે. ૧૩ દિવસના ક્વૉરન્ટીન બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તે ટીમ સાથે બાયો-બબલમાં જોડાઈ ગયો છે અને સંભવતઃ શ્રીલંકા સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મૅચ રમી શકે છે.
પાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTયુસુફ પઠાણે સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું...
27th February, 2021 14:07 IST૪૦૦ વિકેટનો માઇલસ્ટોન હાંસલ કરનાર એન્જિનિયર રવિચંદ્રન અશ્વિન કહે છે...
27th February, 2021 14:03 ISTવિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા
27th February, 2021 14:00 IST