ઇંગ્લૅન્ડ સિરીઝ બાબર આઝમની છેલ્લી ટેસ્ટ સિરીઝ બની શકે છે : મુદસ્સર નઝર

Published: Jul 16, 2020, 22:07 IST | Agencies | Mumbai Desk

નઝરના મતે પાકિસ્તાન ટી૨૦ અને વન-ડે ટીમના કૅપ્ટન બાબર આઝમે ઇંગ્લૅન્ડને બાદ કરતાં આખા વિશ્વમાં સારું પ્રદર્શન કર્યું છે, પણ હવે ઇંગ્લૅન્ડમાં નોંધનીય પ્રદર્શન કરીને તેણે પોતાની ક્ષમતાનો પરચો આપવો પડશે.

બાબર આઝમ
બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મુદસ્સર નઝરનું કહેવું છે કે ઇંગ્લૅન્ડ ટેસ્ટ બાબર આઝમની છેલ્લી ટેસ્ટ મૅચ હોઈ શકે છે. આ ટેસ્ટ સિરીઝમાં તેણે સારું પ્રદર્શન કરવું પડશે. ઑગસ્ટ મહિનામાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ રમાવાની છે. નઝરના મતે પાકિસ્તાન ટી૨૦ અને વન-ડે ટીમના કૅપ્ટન બાબર આઝમે ઇંગ્લૅન્ડને બાદ કરતાં આખા વિશ્વમાં સારું પ્રદર્શન કર્યું છે, પણ હવે ઇંગ્લૅન્ડમાં નોંધનીય પ્રદર્શન કરીને તેણે પોતાની ક્ષમતાનો પરચો આપવો પડશે. પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મૅચ પાંચમી ઑગસ્ટથી શરૂ થશે. આ વિશે નઝરે કહ્યું કે ‘ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ બાબર આઝમની છેલ્લી ટેસ્ટ મૅચ હોઈ શકે છે. પહેલાં પણ તે ઇંગ્લૅન્ડ ટૂર કરી ચૂક્યો છે, પણ ત્યાં તે સારું પ્રદર્શન નથી કરી શક્યો. જો તે ત્યાં સારું પર્ફોર્મ કરી શક્યો તો તેને કોઈ રોકી નહીં શકે. અત્યાર સુધીના દરેક બોલરને તેણે પીટ્યા છે અને ત્યાં પણ તેણે એ પ્રમાણેનું જ પ્રદર્શન કરવું પડશે. બાબરનો એક વીક પૉઇન્ટ છે કે તે વાઇડ ઑફ સ્ટમ્પ પાસે બૉલને ડ્રાઇવ કરવા જાય છે જે મોટા ભાગે દરેક પાકિસ્તાની બૅટ્સમૅનની કમજોરી હોય છે. તેમ છતાં, પાછલા કેટલાક સમયમાં તેણે અલગથી રમવાની શરૂઆત કરી છે અને બૅટ પર પોતાની સારી એવી પકડ બનાવી છે. સાઉથ આફ્રિકામાં પણ બાબરે ડેલ સ્ટેનને ધોઈ નાખ્યો હતો અને મને આશા છે કે ઇંગ્લૅન્ડમાં પણ તે આવું જ પ્રદર્શન કરશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK