ઇંગ્લૅન્ડ માત્ર છ દિવસ T20ના સિંહાસન પર?

Published: 25th October, 2011 19:10 IST

ટીમ ઇન્ડિયા જો શનિવારની એકમાત્ર T20 મૅચ જીતી જશે તો બ્રિટિશરોને ગઈ કાલે મળેલી T20ની નંબર વનની નવી રૅન્ક શ્રીલંકાની થઈ જશે : ભારતને પાંચમેથી ત્રીજે આવવાનો મોકોદુબઈ: પ્રથમ  ઇન્ટરનૅશનલ ફેબ્રુઆરી ૨૦૦૫માં રમાઈ ત્યાર બાદ છેક ૮૦ મહિને આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ આ ફૉર્મેટની ક્રિકેટ માટેના રૅન્કિંગ્સ પહેલી વાર જાહેર કર્યા છે. ગઈ કાલે બહાર પાડવામાં આવેલા લિસ્ટ મુજબ ૨૦૧૦ના T20 વલ્ર્ડ કપમાં ચૅમ્પિયન બનેલું ઇંગ્લૅન્ડ નંબર વન છે. બીજા સ્થાને શ્રીલંકા એનાથી માત્ર એક પૉઇન્ટ પાછળ છે. ઇંગ્લૅન્ડ જો શનિવારે ભારતને એકમાત્ર T20 મૅચમાં હરાવશે તો ઇંગ્લૅન્ડ રૅન્કિંગ્સમાં શ્રીલંકાથી ચાર પૉઇન્ટ આગળ થઈ જશે. જોકે ઇંગ્લૅન્ડ જો ભારત સામે હારશે તો શ્રીલંકા તો પ્રથમ થઈ જ જશે, ભારત બીજા નંબરે આવી જશે અને ઇંગ્લૅન્ડ ત્રીજે ધકેલાઈ જશે.

૨૦૦૭ના પ્રથમ T20 વલ્ર્ડ કપમાં ચૅમ્પિયન બનેલું ભારત નવા રૅન્કિંગ્સમાં પાંચમા નંબરે અને ૨૦૦૯માં કપ જીતેલું પાકિસ્તાન છેક સાતમા સ્થાને છે. પાકિસ્તાન છેલ્લા બે વર્ષ દરમ્યાન સૌથી વધુ ૨૪ T20 મૅચ રમ્યું છે, પરંતુ ૫૦ ટકા કરતાં પણ વધુ મૅચો હાર્યું હોવાથી સાતમા નંબરે છે.

બોલરોમાં સ્પિનર મેન્ડિસ મોખરે

T20 ક્રિકેટ રમાવાની શરૂ થઈ ત્યાર પછી થોડા વષોર્ સુધી એવું માનવામાં આવતું હતું કે આ ફટાફટ ક્રિકેટમાં સ્પિનરોનું કોઈ કામ નહીં. જોકે સૌથી મોટા આર્યની વાત એ છે કે ગઈ કાલે બહાર પડેલા રૅન્કિંગ્સમાં ટોચના છ સ્પિનરો છે. એ તો ઠીક, પણ આ લિસ્ટમાં દસમાંથી કુલ સાત સ્પિનરો છે અને એ સાતમાંથી છ ઑફ સ્પિનરો છે.

ત્રણેય ટૉપ-ટેનમાં એક-એક ભારતીય

પ્લેયરોના T20ના ટૉપ-ટેન બૅટિંગ-રૅન્કિંગ્સમાં ભારતનો એકમાત્ર સુરેશ રૈના છે અને તે પાંચમા નંબરે છે. બોલરોમાં પણ ભારતનો એકમાત્ર હરભજન સિંહ છે જે નવમા સ્થાને છે અને ઑલરાઉન્ડરોમાં ફક્ત યુવરાજ સિંહ છઠ્ઠા ક્રમે છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK