Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડે ૬ વિકેટે બીજી મૅચ જીતીને શ્રીલંકાને આપી ક્લીન સ્વીપ

ઇંગ્લૅન્ડે ૬ વિકેટે બીજી મૅચ જીતીને શ્રીલંકાને આપી ક્લીન સ્વીપ

26 January, 2021 02:02 PM IST | Galle
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડે ૬ વિકેટે બીજી મૅચ જીતીને શ્રીલંકાને આપી ક્લીન સ્વીપ

ઇંગ્લૅન્ડે ૬ વિકેટે બીજી મૅચ જીતી

ઇંગ્લૅન્ડે ૬ વિકેટે બીજી મૅચ જીતી


ઇંગ્લૅન્ડ-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મૅચ જે ત્રીજા દિવસે રોમાંચક બની હતી એ ચોથા દિવસે ઇંગ્લૅન્ડે જબરદસ્ત પ્રદર્શન કરીને કબજે કરી લીધી હતી અને ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં શ્રીલંકાને તેમની જ ધરતી પર ક્લીન સ્વીપ આપી તેમનાં સૂપડાં સાફ કરી દીધાં હતાં. પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ જો રૂટને જાહેર કરવામાં આવ્યો હતો.

શ્રીલંકાનો ફ્લૉપ શો



ઇંગ્લૅન્ડે ચોથા દિવસે નવ વિકેટે ૩૩૯ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને માત્ર પાંચ રન ઉમેરીને પહેલી ઇનિંગમાં ૩૪૪ રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં શાનદાર ફૉર્મમાં દેખાઈ રહેલા શ્રીલંકન પ્લેયરો મોટો સ્કોર ઊભો કરશે એવી આશા ઠગારી નીવડી હતી. બીજી ઇનિંગમાં શ્રીલંકન પ્લેયર્સ ઇંગ્લૅન્ડના બોલર્સ સામે માત્ર ૧૨૬ રન કરીને આખી ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં શ્રીલંકાના ૬ પ્લેયર્સ એકઅંકી સ્કોરમાં જ આઉટ થયા હતા. માત્ર લસિથ એમ્યુલડેનિયાએ સૌથી વધારે ૪૨ બૉલમાં ૪૦ રન બનાવ્યા હતા. એ ઉપરાંત ટીમનો કોઈ પણ પ્લેયર ૨૦ રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ડોમ બેસ અને જૅક લીચને બે-બે વિકેટ મળી હતી, જ્યારે કૅપ્ટન જો રૂટને ઉપરાઉપરી બે બૉલમાં બે વિકેટ મળી હતી અને શ્રીલંકાની બીજી ઇનિંગની પૂર્ણાહુતિ કરી હતી.


ઇંગ્લૅન્ડની ઈઝી વિક્ટરી

બીજી ઇનિંગમાં કરેલા ૧૨૬ રન અને પહેલી ઇનિંગના શેષ રહેલા ૩૭ રન મળી કુલ ૧૬૩ રન કરીને શ્રીલંકાએ ઇંગ્લૅન્ડને ૧૬૪ રનનો ઇઝી ટાર્ગેટ આપ્યો હતો જેને ઇંગ્લૅન્ડે ચાર વિકેટ ગુમાવીને સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. ઓપનર ડોમનિક સિબલીએ સૌથી વધારે નાબાદ ૫૬ રન અને જોસ બટલરે નાબાદ ૪૬ રન બનાવ્યા હતા. આ વખતે જો રૂટ ૧૧ રન બનાવીને જ્યારે જૉની બેરસ્ટો ૨૯ રન બનાવીને આઉટ થયો હતો.


૧૪૪ વર્ષના ઇતિહાસમાં બન્યો રેકૉર્ડ

ટેસ્ટ ક્રિકેટની શરૂઆત ૧૮૭૬માં થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી ૧૪૪ વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાંનો પહેલવહેલો રેકૉર્ડ ગઈ કાલે બન્યો હતો. શ્રીલંકાની પહેલી ઇનિંગમાં દસેદસ વિકેટ ફાસ્ટ બોલરો (જેમ્સ ઍન્ડરસન ૬, માર્ક વુડ ૩ અને સૅમ રેન ૧)એ મેળવી હતી, જ્યારે તેમની બીજી ઇનિંગમાં દસેદસ વિકેટ સ્પિનરો (ડોમ બેસ ૪, જૅક લીચ ૪ અને જો રૂટ ૨)ને મળી હતી. આવી રોમાંચક ઘટના ગઈ કાલે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર બની હતી.

આ એક્સ્ટ્રા પ્લેયર પણ ન બચાવી શક્યો મૅચ

ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ દરમ્યાન આ મસમોટી ગરોળી બાઉન્ડરીલાઇન પર જોવા મળી હતી. આ ગરોળીનો ફોટો આઇસીસીએ પોતાના ટ્વિટર-હૅન્ડલ પર અપલોડ કરી ગમ્મત કરી હતી. આ ફોટો માટે આઇસીસીએ કહ્યું હતું કે ‘આજે શ્રીલંકાએ ઇંગ્લૅન્ડ સામેની ઇનિંગ વખતે આ એક્સ્ટ્રા પ્લેયર સામેલ કર્યો હતો જેની આઇસીસી સમીક્ષા કરશે.’

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2021 02:02 PM IST | Galle | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK