ઇંગ્લૅન્ડ વર્લ્ડ કપ માટે ફેવરિટ, પણ IND-AUSને નકારી ન શકાય : મૅક્ગ્રા

Updated: May 28, 2019, 22:14 IST | લંડન

વર્લ્ડ કપ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ-એમ આ ક્ષેત્રના દિગ્ગજ પ્લેયરો વર્લ્ડ કપના દાવેદાર કોણ હોઈ શકે એની ભવિષ્યવાણી ભાખી રહ્યા છે.

મૅક્ગ્રા
મૅક્ગ્રા

વર્લ્ડ કપ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ-એમ આ ક્ષેત્રના દિગ્ગજ પ્લેયરો વર્લ્ડ કપના દાવેદાર કોણ હોઈ શકે એની ભવિષ્યવાણી ભાખી રહ્યા છે. ઑસ્ટ્રેલિયન ટીમના નામાંકિત બોલર ગ્લેન મેકગ્રાએે આ વિશે પોતાના વિચાર વહેતા કર્યા છે અને વર્લ્ડ કપ જીતવા માટેના પ્રબળ દાવેદાર તરીકે ઇંગ્લૅન્ડનું નામ આગળ મૂક્યું છે. જોકે ઇંગ્લૅન્ડ ઉપરાંત તેનું કહેવું છે કે ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ પણ સારા ફૉર્મમાં હોવાથી એમને આ દાવેદારોની લિસ્ટમાંથી નકારી ન શકાય.

મૅક્ગ્રાએ ૨૦૦૭નો વર્લ્ડ કપ જીત્યા બાદ વનડે ઇન્ટરનૅશનલ મૅચમાંથી સંન્યાસ લીધો હતો. ઇંગ્લૅન્ડ ટીમની પ્રશંસા કરતાં તેણે કહ્યું કે ‘છેલ્લા થોડા દિવસોમાં ઇંગ્લૅન્ડની ટીમના પ્રદર્શનથી હું ઘણો પ્રભાવિત થયો છું. કેટલાક મોટા સ્કોર કરવાની પણ આ ટીમમાં ક્ષમતા છે. ઘણી વાર ૫૦ ઓવરની મૅચમાં ટીમ શરૂઆતની ૧૫ અને છેલ્લી ૧૫ ઓવરમાં સારું પ્રર્ફોર્મ કરે છે, પણ ઇંગ્લૅન્ડ, ઇન્ડિયા આ એવી ટીમો છે જે ૫૦ ઓવરની મૅચમાં સળંગ સારું પર્ફોર્મ કરી રહી છે. એમાં પણ ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા જેવી સ્ટ્રૉન્ગ ટીમ ઇંગ્લૅન્ડને જબરદસ્ત કૉમ્પિટિશન આપી શકે છે.’

આ પણ વાંચો : સચિને અર્જુન તેન્ડુલકરને આપ્યો ગુરુમંત્ર: સફળતાનો કોઈ જ શૉર્ટકટ નહીં

અન્ય ટીમોના સંદર્ભમાં મૅક્ગ્રાએ ઉમેયુંર્ હતું કે ‘સાઉથ આફ્રિકાની ટીમ હંમેશાં સારી ટીમોની યાદીમાં આવે છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનની ટીમો સારું પ્રદર્શન કરવામાં સફળ રહી શકે અને ન પણ રહી શકે. ઑસ્ટ્રેલિયાની ટીમ પણ સારા ફૉર્મમાં છે એટલે આ વખતનો વર્લ્ડ કપ કોણ જીતશે એ જોવું ખૂબ જ રોમાંચક રહેશે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK