Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૦૦૭ના વર્લ્ડ કપની નામોશી જેવી કટોકટી નથી જ : ધોની

૨૦૦૭ના વર્લ્ડ કપની નામોશી જેવી કટોકટી નથી જ : ધોની

18 December, 2012 06:20 AM IST |

૨૦૦૭ના વર્લ્ડ કપની નામોશી જેવી કટોકટી નથી જ : ધોની

૨૦૦૭ના વર્લ્ડ કપની નામોશી જેવી કટોકટી નથી જ : ધોની




નાગપુર: ગયા વર્ષે ભારતને ૦-૪થી સિરીઝ હરાવનાર ઇંગ્લૅન્ડે ગઈ કાલે ૨૮ વર્ષે ફરી ભારતમાં ટેસ્ટ-સિરીઝ જીતી લીધી હતી. આ સિરીઝ તેમણે ૧૯૮૪ની જેમ છેલ્લી ટેસ્ટ-મૅચ ડ્રૉ કરાવવાની સાથે ૨-૧થી જીતી લીધી હતી. ૨૮ વર્ષ પહેલાં બ્રિટિશરોએ ડેવિડ ગોવરના સુકાનમાં જીત મેળવી હતી. ગઈ કાલે ઇંગ્લૅન્ડે બીજા દાવમાં જોનથન ટ્રૉટ (૧૪૩ રન, ૩૧૦ બૉલ, ૧૮ ફોર) અને ઇયાન બેલ (૧૧૬ નૉટઆઉટ, ૩૦૬ બૉલ, ૧ સિક્સર, ૧૬ ફોર)ની ચોથી વિકેટ માટેની ૨૦૮ રનની ભાગીદારીની મદદથી ચાર વિકેટના ભોગે બનેલા ૩૫૨ રનના ટોટલ પર દાવ ડિક્લેર કર્યો હતો અને ત્યારે બન્ને ટીમના કૅપ્ટન મૅચને ડ્રૉ જાહેર કરવા માટે સહમત થયા હતા.

મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનમાં ઘરઆંગણે પહેલી વાર ટેસ્ટ-સિરીઝમાં હાર જોવી પડી છે. જોકે આ વિવાદાસ્પદ સુકાનીએ ટીમ ઇન્ડિયાની વર્તમાન કટોકટી ૨૦૦૭માં વન-ડેના વર્લ્ડ કપમાં થયેલી નામોશી જેવી ગંભીર ન જ કહેવાય એવું કહીને વિવાદને ઑર વધાર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ભારતીય ટીમ ટફ ટાઇમમાંથી પસાર થઈ રહી છે. કેટલાક મોટા પ્લેયરો નિવૃત્તિ થઈ ગયા છે અને યંગસ્ટરો ટીમમાં આવી રહ્યા છે. સિનિયર પ્લેયરોએ જુનિયરો રન બનાવવા માંડે કે વિકેટો લેવા માંડે ત્યાં સુધી વધુ જવાબદારી માથે ઉપાડવી પડશે.’

વીરુએ મૅચમાં ૪ કૅચ છોડ્યા

વીરેન્દર સેહવાગે ગઈ કાલે ટ્રૉટ (૧૪૩)નો તે ૫૪ રને હતો ત્યારે કૅચ છોડ્યો હતો. તેણે રવિવારે કેવિન પીટરસન (૬)નો કૅચ છોડ્યો હતો. રવિવારે ઇયાન બેલ (૧૧૬ નૉટઆઉટ)ને બે વખત જીવતદાન આપ્યું હતું.

આટલી ભૂલો કર્યા પછી પણ વીરુ સ્લિપમાં ફીલ્ડિંગ કરતી વખતે હસતો રહેતો હતો એ બદલ કૉમેન્ટેટર સંજય માંજરેકરે તેની ટીકા કરી હતી.

બ્રિટિશરોની ટ્વિટર પર મોજમસ્તી

ઇંગ્લૅન્ડના પ્લેયરોએ ગઈ કાલે ટેસ્ટ-સિરીઝ ૨-૧થી જીતી લીધા પછી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર ચાહકોને મોજ કરાવતાં વિધાનો લખ્યાં હતાં. ઍલસ્ટર કુકના ૫૬૨ રન અને ચેતેશ્વર પુજારાના ૪૩૮ રન પછી
થર્ડ-હાઇએસ્ટ ૩૩૮ રન બનાવનાર કેવિન પીટરસને પોતાના દેશના ચાહકોને સંબોધીને આ પ્રમાણે લખ્યું હતું: આપણી ટીમ ૨૮ વર્ષે ભારતમાં જબરદસ્ત ટીમવર્કથી ટેસ્ટસિરીઝ જીતી!

સ્કોર-બોર્ડ


ઇંગ્લૅન્ડ : પ્રથમ દાવ

૩૩૦ રને ઑલઆઉટ

ભારત : પ્રથમ દાવ

૯ વિકેટે ૩૨૬ રને ડિક્ર્લેડ

ઇંગ્લૅન્ડ : બીજો દાવ

૪ વિકેટે ૩૫૨ રને ડિક્ર્લેડ (ટ્રૉટ ૧૪૩, બેલ ૧૧૬ નૉટઆઉટ, રુટ ૨૦ નૉટઆઉટ, અશ્વિન ૯૯ રનમાં બે વિકેટ, જાડેજા ૫૯ રનમાં એક અને ઓઝા ૭૦ રનમાં એક વિકેટ)

પ્લેયર ઑફ ધ મૅચ : જેમ્સ ઍન્ડરસન (૮૧ રનમાં ૪ વિકેટ)

પ્લેયર ઑફ ધ સિરીઝ : ઍલસ્ટર કુક (૮ ઇનિંગ્સમાં ૩ સદી સહિત હાઇએસ્ટ ૫૬૨ રન)


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2012 06:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK