Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Video : ટી10 ક્રિકેટમાં બેટ્સમેને 25 બોલમાં ફટકારી સદી

Video : ટી10 ક્રિકેટમાં બેટ્સમેને 25 બોલમાં ફટકારી સદી

22 March, 2019 12:51 PM IST | દુબઈ

Video : ટી10 ક્રિકેટમાં બેટ્સમેને 25 બોલમાં ફટકારી સદી

વિલ જેક્સ (PC : SkySports)

વિલ જેક્સ (PC : SkySports)


ટી20 ક્રિકેટ આવ્યા બાદ આજે ક્રિકેટમાં અનેક અણધાર્યા રેકોર્ડ બનતા જાય છે અને તે તુટતા પણ જાય છે. ત્યારે વધુ એક રેકોર્ડ બન્યો છે જે તમને આશ્ચર્યમાં મુકી દેશે. ઇંગ્લેન્ડ ક્રિકેટની અંડર 19 ટીમના બેટ્સમેન વિલ જેક્સે એક ટી10 મેચમાં માત્ર 25 બોલમાં વિસ્ફોટક ઇનીંગ રમતા સદી ફટકારી દીધી. તે જાણે રનોની આતશબાજી કરી રહ્યો હોય તેવી ઇનીંગ રમતો હતો. દુબઇમાં રમાયેલી આ મેચમાં તે સર્રે ટીમ તરફથી રમી રહ્યો હતો.

આ પણ વાંચો : રિષભ પંત વર્લ્ડ કપમાં ચોથા સ્થાને પર્ફેક્ટ : રિકી પૉન્ટિંગ

30 બોલમાં ફટકારી સદી
સર્રે કાઉન્ટી તરફથી રમી રહેલ વિલ જેક્સે આક્રમક બેટીંગ કરી હતી અને હરીફ ટીમ તેને રોકવામાં સતત નિષ્ફળ જઇ રહી હતી. વિલ જેક્સે હરીફ ટીમની એક પણ ચાલ સફળ થવા દીધી ન હતી. વિલ જેક્સે એક જ ઓવરમાં 6 સિક્સર પણ ફટકારી હતી. આટલું જ નહીં સર્રે ટીમના આ વિસ્ફોટક ક્રિકેટર વિલ જેક્સનો સ્કોર એક સમયે 62 રનનો હતો અને પળવારમાં 6 બોલ બાદ તે સ્કોર 98 સુધી પહોંચી ગયો હતો. તે ઇચ્છતો તો આનાથી પણ ઓછા બોલમાં સદી પૂરી કરી શકતો હતો. તેણે માત્ર 22 બોલ પર 98 રન બનાવી લીધા હતા. પરંતુ આગામી બે બોલ પર તે રન ન કરી શક્યો. વિલ જેક્સે માત્ર 30 બોલ પર 105 રનની તોફાની ઇનિંગ રમી હતી. જેથી તેની ટીમ સર્રેએ 10 ઓવરમં 3 વિકેટના નુકસાન પર 176 રન બનાવી લીધા. ટી10ની આ મેચ દુબઇમાં સર્રે અને લેંકશાયર વચ્ચે રમાઇ હતી.






ટી20 બાદ હવે ટી10ની પણ લોકપ્રિયતા પણ ઝડપથી વધી રહી છે. આ ટૂર્નામેન્ટનું આયોજન એમિરેટ ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું. આ ટૂર્નામેન્ટને આઈસીસીની માન્યતા પ્રાપ્ત છે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2019 12:51 PM IST | દુબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK