વર્લ્ડ ચેમ્પિયન બન્યાના 10 દિવસમાં જ ઇંગ્લેન્ડનો ધબડકો, 85 રનમાં ઓલઆઉટ

Updated: Apr 30, 2020, 12:49 IST | Lords

ICC ના ફુલ મેમ્બર થયા બાદ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસીત ટેસ્ટ મેચ રમાઇ છે. ક્રિકેટના જન્મદાતા પહેલીવાર 43 વર્ષ બાદ વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યા બાદ ટીમની પહેલી મેચ અને એ પણ ટેસ્ટ મેચ રમી રહી છે.

Londs : ICC ના ફુલ મેમ્બર થયા બાદ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસીત ટેસ્ટ મેચ રમાઇ છે. ક્રિકેટના જન્મદાતા પહેલીવાર 43 વર્ષ બાદ વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યા બાદ ટીમની પહેલી મેચ અને એ પણ ટેસ્ટ મેચ રમી રહી છે. જોકે વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને પોતાની બીજી જ ટેસ્ટ રમી રહેલ આયરલેન્ડ ટીમે હંફાવી દીધી હતી અને રેકોર્ડ નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનીંગમાં માત્ર 85 રનમાં જ ઓલ આઉટ થઇ જતાં ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો હતો.


ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં પહેલા જ દિવસે ઇંગ્લેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડના સુકાની જો રૂટે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. પણ ઇંગ્લેન્ડ ટીમની શરૂઆત સારી ન રહી હતી. જેસન રોય ડેબ્યુ પર 5 રનમાં આઉટ થયો હતો. ત્યાર બાદ જોઈ ડેનલી અને રોરી બર્નસે બીજી વિકેટ માટે 28 રનની ભાગીદારી કરી હતી. જોકે 36 રને બીજી વિકેટ ગુમાવ્યા પછી ઇંગ્લેન્ડનો ધબડકો થયો હતો. અને 7 રનના સ્કોરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. 43 રનમાં 7 વિકેટ. તે પછી સેમ કરને 18 અને ઓલી સ્ટોને 19 કરીને ટીમનો સ્કોર 85 સુધી પહોંચાડ્યો હતો. આયર્લેન્ડ માટે ટિમ મુરતગે 5 વિકેટ, માર્ક એડેરે 3 વિકેટ અને બોય્ડ રેંકીંએ 2 વિકેટ લીધી હતી.

 


ઇંગ્લેન્ડની
 ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ખરાબ પ્રદર્શન:

હરીફ ટીમ   વર્ષ           સ્કોર         સ્થળ

બાંગ્લાદેશ     2016         64-10        મિરપુર
ન્યુઝીલેન્ડ     2018         58-10        ઓકલેન્ડ
ભારત          2018         115-10      ટ્રેન્ટ બ્રિજ
આયરલેન્ડ     2019         85-10        લોર્ડ્સ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK