બટલરના દમ પર ઇંગ્લૅન્ડ જીત્યું T૨૦ સિરીઝ

Updated: Sep 07, 2020, 16:27 IST | IANS | Southampton

ઇંગ્લૅન્ડના ઓપનર જોસ બટલરે ૫૪ બૉલમાં આઠ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી નાબાદ ૭૭ રન બનાવ્યા હતા, જેના દમ પર ઇંગ્લૅન્ડે બીજી ટી૨૦ મૅચ છ વિકેટે જીતી હતી.

બટલર
બટલર

ઇંગ્લૅન્ડના ઓપનર જોસ બટલરે ૫૪ બૉલમાં આઠ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી નાબાદ ૭૭ રન બનાવ્યા હતા, જેના દમ પર ઇંગ્લૅન્ડે બીજી ટી૨૦ મૅચ છ વિકેટે જીતી હતી. ડેવિડ મલન ૪૨ રન કરીને આઉટ થયો હતો. આ જીત સાથે ઇંગ્લૅન્ડે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ ૨-૦થી પોતાને નામ કરી લીધી છે. અંતિમ ટી૨૦ મૅચ આવતી કાલે રમાશે.
ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગઈ કાલે બીજી ટી૨૦ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ૭ વિકેટે ૧૫૭ રન બનાવ્યા હતા. કૅપ્ટન ઍરોન ફિન્ચે સૌથી વધુ ૪૦ રન, માર્કસ સ્ટોઇનિસ ૩૫ રન, ગ્લેન મૅક્સવેલ ૨૬ રન અને ઍશ્ટોન અગર ૨૩ રન બનાવીને આઉટ થયા હતા. પહેલી જ ઓવરમાં ખતરનાક બૅટ્સમૅન ડેવિડ વૉર્નરની વિકેટ મેળવવામાં જોફ્રા આર્ચરને સફળતા મળી હતી. વૉર્નર વગર ખાતું ખોલે ત્રણ બૉલમાં આઉટ થયો હતો, જ્યારે સ્ટીવ સ્મિથ ૧૦ રને રનઆઉટ થયો હતો. ક્રિસ જૉર્ડનને સૌથી વધારે બે વિકેટ, જ્યારે જોફ્રા આર્ચર, માર્ક વૂડ અને આદિલ રશીદને એક-એક વિકેટ મળી હતી.

પહેલી ટી૨૦માં સ્લૉ ઓવર રેટ માટે ઇંગ્લૅન્ડને દંડ

ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે ત્રણ ટી૨૦ મૅચમાંની પહેલી ટી૨૦ મૅચ રમાઈ હતી જેમાં ઇંગ્લૅન્ડે બે રનથી રોમાંચક જીત મેળવી હતી. આ મૅચમાં સ્લૉ ઓવર રેટ માટે ઇંગ્લૅન્ડના પ્લેયરોને મૅચ ફીના ૨૦ ટકાનો દંડ લાગ્યો છે. આઇસીસી ઇલાઇટ પૅનલના મૅચ રેફરીએ નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી નાખતાં ઇંગ્લૅન્ડ ટીમ પર દંડ લાગુ કર્યો હતો. ટીમના કૅપ્ટન ઓઇન મૉર્ગને પોતાની ભૂલ સ્વીકારી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK