Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ખરાબ બોલિંગને લીધે ઇંગ્લૅન્ડ કોચ ક્રિસ સિલ્વરવુડે બોલરને લીધા આડે હાથ

ખરાબ બોલિંગને લીધે ઇંગ્લૅન્ડ કોચ ક્રિસ સિલ્વરવુડે બોલરને લીધા આડે હાથ

07 August, 2020 12:03 PM IST | Mumbai Desk
Agencies

ખરાબ બોલિંગને લીધે ઇંગ્લૅન્ડ કોચ ક્રિસ સિલ્વરવુડે બોલરને લીધા આડે હાથ

ઇંગ્લૅન્ડ કોચ ક્રિસ સિલ્વરવુડ

ઇંગ્લૅન્ડ કોચ ક્રિસ સિલ્વરવુડ


ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલી પહેલી ટેસ્ટ મૅચના પહેલા દિવસે ખરાબ શરૂઆત કરી હોવા છતાં મહેમાન પાકિસ્તાન ટીમે બીજા સેશનમાં સારી લડત આપી હતી. તેમની આ લડત સામે યજમાન ટીમના બોલરોએ કરેલી ખરાબ બોલિંગની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. કોચ ક્રિસ સિલ્વરવુડે બોલરને આડે હાથ લીધા હતા. બોલરોને ફટકાર લગાવતાં સિલ્વરવુડે કહ્યું કે ‘અમે ઘણી બધી બાઉન્ડરી ફટકારવાની પાકિસ્તાનને તક આપી હતી જેને લીધે તેઓ ગેમમાં કમબૅક કરી શક્યા. અમે અમારા સ્ટાન્ડર્ડ મૂજબ નહોતા રમી રહ્યા. હકીકત એ છે કે અમે અમારું સ્ટાન્ડર્ડ જાળવી શક્યા નહોતા. સૌથી મોટો પડકાર એ છે કે જો તેઓ ઝડપથી પોતાનું મોમેન્ટમ પાછું મેળવી લેશે તો તમે એની સામે કેવી રીતે ટકી શકશો? વેસ્ટ ઇન્ડીઝ સામે અમે જે પ્રમાણે બોલિંગ કરી હતી એ પ્રમાણે બોલિંગ થતી મારે ફરી જોવી છે. બૅટ્સમેનોને હેરાન કરીને રન બનાવવા તલપાપડ થતા જોવા છે. અમે જાણીએ છીએ કે કેટલાક બૅટ્સમેનોથી પણ અમે ઘણા ઉપર છીએ. જો અમે ગેમમાં ટૉપ પોઝિશન પર નહીં રહીએ તો અન્ય કોઈ આવીને એ સ્થાન લઈ જશે. સમયસર સજાગ થવું જરૂરી છે. પહેલા સેશનમાં પોતાની રિધમ જાળવી રાખવામાં જેમ્સ ઍન્ડરસનને તકલીફ થઈ હતી. હું પોતે એક બોલર રહી ચૂક્યો છું એટલે મેં તેને કહ્યું હતું કે તું એકમાત્ર એવો બોલર છે જે પોતાની ખોવાયેલી રિધમ ફરી પાછી મેળવી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2020 12:03 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK