Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જોસ બટલરના બચાવમાં હેડ કોચ ક્રિસ સિલ્વરવુડ

જોસ બટલરના બચાવમાં હેડ કોચ ક્રિસ સિલ્વરવુડ

15 July, 2020 01:28 PM IST | Manchester
Agencies

જોસ બટલરના બચાવમાં હેડ કોચ ક્રિસ સિલ્વરવુડ

ક્રિસ સિલ્વરવુડ

ક્રિસ સિલ્વરવુડ


જોસ બટલરની કરીઅરને લઈને જ્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હેડ કોચ ક્રિસ સિલ્વરવુડે તેનો બચાવ કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડને ચાર વિકેટે હાર મળી હતી. આ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝના જર્મેઇન બ્લૅકવુડે પાયાની ભૂમિકા ભજવી હતી. આ મૅચ બાદ જોસ બટલરના પર્ફોર્મન્સને લઈને ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે. કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે જો આ બે ટેસ્ટમાં જોસ બટલર સારું પર્ફોર્મ નહીં કરે તો તેની કરીઅરનો અંત આવી શકે છે, કારણ કે પહેલી ટેસ્ટ મૅચમાં બટલરે અનુક્રમે ૩૫ અને ૯ રન કર્યા હતા અને બ્લૅકવુડનો કૅચ છોડ્યો હતો, જે તેની ટીમને મોંઘો પડ્યો હતો. સિલ્વરવુડે કહ્યું કે ‘પ્રૅક્ટિસ દરમ્યાન બટલર ઘણા સારા ફૉર્મમા દેખાતો હતો. તેણે માત્ર સારું પર્ફોર્મ કરીને મોટો સ્કોર કરવાનો હતો. શું એ ન કરી શકે? મારા દૃષ્ટિકોણથી તે એક સકારાત્મક વાતાવરણમાં રમી રહ્યો છે જેના થકી તેનામાં આત્મવિશ્વાસ વધે છે. જો તે સારી રમત રમીને મોટો સ્કોર ઊભો કરી શકે તો એ દિવસ તેના નામે હશે અને કદાચ તે ઇતિહાસ પણ સર્જી શકે. હું બટલર પર કોઈ પ્રકારનું દબાણ નથી બનાવતો, કારણ કે દબાણ બનાવવાથી તેને કોઈ મદદ નહીં મળે. અમે માત્ર તેને વધારેમાં વધારે તક આપવા માગીએ છીએ જેથી તે એક સારો પ્લેયર બની શકે.’


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2020 01:28 PM IST | Manchester | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK