World Cup 2019 : ન્યુઝીલેન્ડને 119 રને હરાવી ઇંગ્લેન્ડ સેમી ફાઇનલમાં પહોંચ્યું

London | Jul 03, 2019, 23:55 IST

વર્લ્ડ કપ-2019ની 41મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને 119 રને પરાજય આપીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડ વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ છે.

World Cup 2019 : ન્યુઝીલેન્ડને 119 રને હરાવી ઇંગ્લેન્ડ સેમી ફાઇનલમાં પહોંચ્યું

London : વર્લ્ડ કપ-2019માં રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને 119 રને માત આપી સેમી ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી છે. વર્લ્ડ કપ 2019માં સેમી ફાઇનલમાં પહોંચનારી ઇંગ્લેન્ડ ત્રીજી ટીમ છે. ટુર્નામેન્ટમાં આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમે સેમી ફાઇનલમાં જગ્યા નક્કી કરી ચુક્યા છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે જોની બેયરસ્ટોની સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 305 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 45 ઓવરમાં 186 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડની ટીમ 1992ના વર્લ્ડ કપ બાદ પહેલીવાર સેમી ફાઇનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ 1983ના વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળતા મેળવી છે.

ન્યુઝીલેન્ડનો આધાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ મેચ પર રહેશે
ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ 2019માં 9 મેચોમાં 6 જીત અને 3 હાર સાથે કુલ 12 પોઈન્ટ મેળવી સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 9 મેચોમાં 5 જીત અને 3 હાર સાથે કુલ 11 પોઈન્ટની સાથે ચોથા ક્રમે છે. ન્યૂઝીલેન્ડની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. પાકિસ્તાન જો તેના અંતિમ મેચમાં બાંગ્લાદેશને હરાવે તો તે 11 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનમાંથી જે ટીમની નેટ રન રેટ સારી હશે તે ટીમ સેમી ફાઇનલમાં પહોંચશે.

ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી
જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો ઓપનર હેનરી નિકોલ્સ ક્રિસ વોક્સના બોલ પર LBW આઉટ થઈ ગયો હતો. તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. માત્ર 2 રનના સ્કોર પર ન્યૂઝીલેન્ડે પોતાની વિકેટ ગુમાવી હતી. ટીમનો બીજો ઓપનર માર્ટિન ગુપ્ટિલ આઠ રન બનાવીને જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. તેને કેચ જોસ બટલરે ઝડપ્યો હતો.


આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

કીવી ટીમને ત્રીજો ઝટકો કેન વિલિયમસનના રૂપમાં લાગ્યો હતો. વિલિયમસન દુર્ભાગ્યપૂર્ણ રીતે 40 બોલમાં 27 રન બનાવી માર્ક વુડના હાથે રનઆઉટ થયો હતો. કેપ્ટન કેન વિલિયમસન બાદ અનુભવી બેટ્મસેન રોસ ટેલર પણ રનઆઉટ થયો હતો. આદિલ રાશિદના થ્રો પર જોસ બટલરે ટેલરને 28 રનના વ્યક્તિગત સ્કોર પર રનઆઉટ કર્યો હતો. જેમ્સ નીશામ (19)ને માર્ક વુડે બોલ્ડ કરીને કીવી ટીમને પાંચમો ઝટકો આપ્યો હતો. ડિ ગ્રાન્ડહોમ ત્રણ રન બનાવીને બેન સ્ટોક્સના બોલ પર રૂટના હાથે કેચઆઉટ થયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK