5વારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવી ઇંગ્લેન્ડ 27 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી

Birmingham | Jul 11, 2019, 22:09 IST

ICC World Cup 2019 માં બીજી સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા પાંચવારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમને 8 વિકેટે આસાનીથી પરાજય આપીને દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Birmingham : ICC World Cup 2019 માં બીજી સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા પાંચવારની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમને 8 વિકેટે આસાનીથી પરાજય આપીને દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આમ આ જીત સાથે ઇંગ્લેન્ડ 1992 વર્લ્ડ કપ બાદ એટલે કે 27 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે 14 જુલાઇના રોજ મેજબાન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટાઇટલનો જંગ ખેલાશે. ઉલ્લેખનીય છે કે ફાઇનલ જે પણ ટીમ જીતશે તે ઇતિહાસમાં પહેલીવાર વર્લ્ડ કપની ટ્રોફી ઉચકશે.

 

બીજી સેમી ફાઇનલ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 223 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 32.1 ઓવરમાં 2 વિકેટે 226 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા. આ સાથે ઈંગ્લેન્ડ 1992 બાદ આઈસીસી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમવાર હરાવવામાં સફળ રહ્યું છે. તો ઈંગ્લેન્ડ 1992 બાદ વિશ્વકપ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે. તો ટૂર્નામેન્ટમાંથી ટેબલ ટોપ બે ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ ગયા છે.


ઓસ્ટ્રેલિયા પહેલીવાર વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં હાર્યું
પાંચવારની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં હાર્યું છે. કાંગારૂ આ પહેલા 1975, 1987, 1996, 1999, 2003, 2007 અને 2015ના વિશ્વકપના સેમિફાઇનલમાં પહોંચી હતી અને દર વખતે તે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. તેનો સેમિફાઇનલમાં જીતનો રેકોર્ડ 100 ટકા હતો. પરંતુ આજે ઈંગ્લેન્ડે તેને પરાજય આપીને આ રેકોર્ડ પર બ્રેક લગાવી દીધી છે. આમ ઓસ્ટ્રેલિયા પ્રથમ વખત વિશ્વ કપની સેમિફાઇનલ મેચમાં હાર્યું છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદવર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓલઆઉટ થઇ
પાંચવાની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથે 85 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે 3-3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વ કપ ઈતિહાસમાં 20 વર્ષ બાદ સેમિફાઇનલમાં ઓલઆઉટ થઈ છે. છેલ્લે 1999મા આફ્રિકા વિરુદ્ધ પૂરી ટીમ ઓલઆઉટ થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK