Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડે જાહેર કરી T20ની સ્ક્વૉડ બટલર અને બેરસ્ટોનું કમબૅક, રૂટ નહીં

ઇંગ્લૅન્ડે જાહેર કરી T20ની સ્ક્વૉડ બટલર અને બેરસ્ટોનું કમબૅક, રૂટ નહીં

12 February, 2021 12:23 PM IST | Londo
Agency

ઇંગ્લૅન્ડે જાહેર કરી T20ની સ્ક્વૉડ બટલર અને બેરસ્ટોનું કમબૅક, રૂટ નહીં

જોસ બટલર

જોસ બટલર


ટેસ્ટ સિરીઝ બાદ ભારત સામેની પાંચ ટી૨૦ મૅચની સિરીઝ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ૧૨થી ૨૦ માર્ચ દરમ્યાન રમાવાની છે. આને માટે ઇંગ્લૅન્ડે ગઈ કાલે ૧૬ પ્લેયરોની સ્ક્વૉડ જાહેર કરી દીધી છે જેમાં રેન બ્રધર્સ સાથે બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને ડેવિડ મલાન જેવા પ્લેયરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોસ બટલર પહેલી ટેસ્ટ મૅચ બાદ સ્વદેશ જતો રહ્યો છે જ્યારે જોની બેરસ્ટોને ઇંગ્લૅન્ડની રોટેશન પૉલિસીના આધારે પહેલી બે ટેસ્ટ મૅચમાં આરામ આપવામાં આવ્યો છે. આ બન્ને પ્લેયર્સને ટી૨૦ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે, જ્યારે ઇંગ્લૅન્ડ ટેસ્ટ ટીમના કૅપ્ટન જો રૂટને ટી૨૦ સ્ક્વૉડમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

ઇંગ્લિશ ટીમ ઃ ઇયોન મૉર્ગન (કૅપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, સૅમ બિલિંગ્સ, જોસ બટલર, સૅમ કરેન, ટૉમ કેન, ક્રિસ જૉર્ડન, લિયામ લિવિંગસ્ટન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જેસન રૉય, બેન સ્ટોક્સ, રીસ ટૉપ્લે, માર્ક વુડ.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2021 12:23 PM IST | Londo | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK