Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લેન્ડે અને ભારતે વન-ડેમાં સૌથી વધુવાર 300ને પાર સ્કોર નોંધાવ્યો છે

ઇંગ્લેન્ડે અને ભારતે વન-ડેમાં સૌથી વધુવાર 300ને પાર સ્કોર નોંધાવ્યો છે

20 June, 2019 09:33 AM IST | London

ઇંગ્લેન્ડે અને ભારતે વન-ડેમાં સૌથી વધુવાર 300ને પાર સ્કોર નોંધાવ્યો છે

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ


London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં અનેક રેકોર્ડ તુટ્યા છે અને નવા રેકોર્ડ બન્યા પણ છે. તો આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ 14 વખત 300 થી વધુનો આંકડો પાર થયો છે. તેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમોએ 10 વખત 300 કરતાં વધારે સ્કોર નોંધાવ્યો છે. 4 ટીમોએ રનચેઝ કરતી વખતે 300 નો આંકડો હાંસલ કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમે અફઘાનિસ્તાન સામે 6 વિકેટે 397 નો સ્કોર ખડક્યો હતો. ઇંગ્લિશ ટીમનું વર્તમાન ફોર્મ જોતાં એવું લાગે છે કે 300 રન બનાવવાની તેને આદત પડી ગઇ છે. ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ 2019 માં પાંચ મેચ રમી છે જેમાંથી ચારમાં તેણે 300 પ્લસ સ્કોર કર્યો છે. એક મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.


2015 બાદ ઇંગ્લેન્ડની ટીમે સતત ઘણી મેચોમાં 300 પ્લસનો સ્કોર નોંધાવ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ઇંગ્લેન્ડે 93 મેચમાંથી 42 માં 300 પ્લસ સ્કોર કર્યો હતો. 2015 બાદથી ભારતીય ટીમ આ યાદીમાં બીજા ક્રમે છે. ભારતે 90 મેચ રમીને 23 વખત 300 નો આંકડો પાર કર્યો હતો.



 


1975 માં ઇંગ્લેન્ડે સૌથી પહેલાં 300 રન બનાવ્યા હતા

વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી પહેલો મુકાબલો 1971માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો પરંતુ વન-ડેમાં 300 રનનો સ્કોર તેના ચાર વર્ષ બાદ નોંધાયો હતો. 1975 ની સાતમી જૂને ઇંગ્લેન્ડે ભારત સામે લોર્ડ્ઝ ખાતે ચાર વિકેટે 334 રન બનાવ્યા હતા. જોગાનુજોગ આ જ દિવસે ન્યૂઝીલેન્ડે બર્મિંગહામ ખાતે ઇસ્ટ આફ્રિકા સામે 5 વિકેટે 309 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ટૂંકા ગાળામાં જ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમો પણ આ ક્લબમાં સામેલ થઇ ગઇ હતી.


 

સૌથી છેલ્લે ભારતે 300નો આંકડો પાર કર્યો

70-80ના દશકામાં જેટલા પણ દેશ ટેસ્ટ ક્રિકેટ રમતા હતા તેમાંથી ભારતીય ટીમ જ એવી હતી જેણે સૌથી છેલ્લે 300 નો મેજિક આંકડો પાર કર્યો હતો. ભારતે આ સિદ્ધિ 1996 માં પાકિસ્તાન સામે શારજાહમાં મેળવી હતી. ત્યારે ભારતે પાંચ વિકેટે 305 રન બનાવ્યા હતા. ત્યારબાદથી ડિસેમ્બર 2017 સુધી ભારતીય ટીમ એવી પહેલી ટીમ બની ગઇ હતી જેણે વન-ડેમાં 100 કરતાં વધારે વખત 300 પ્લસનો સ્કોર ઔનોંધાવ્યો હતો.

આ પણ જુઓ : India vs Pakistan: તમે જોયો છે ભારત-પાકના ખેલાડીઓનો બ્રોમાન્સ?


વન-ડેમાં 200300 તથા 400નો આંકડો

એક સમય એવો હતો કે વન-ડે ક્રિકેટમાં બેટ્સમેનોને રન બનાવવામાં મુશ્કેલી પડતી હતી.  તે સમયે બોલર્સ બેટ્સમેનો ઉપર હાવિ રહેતા હતા પરંતુ સમય બદલાયો, ટેક્નિક બદલાઇ તથા હવે પરિસ્થિતિ એવી છે કે રન બનાવવાનું એકદમ આસાન થઇ ગયું છે. ભૂતકાળમાં કદાચ કોઇ ટીમ 300ના સ્કોર અંગે વિચારતી હતી પરંતુ હવે જો કોઇ ટીમ 300 પ્લસ સ્કોર કરે તો પણ તેના વિજયની કોઇ ગેરંટી નથી. વર્તમાન સમયમાં હવે ગ્રાઉન્ડ પણ નાના કરવામાં આવ્યા છે જેના કારણે મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થાય છે. T20 ક્રિકેટના આગમન બાદ રમતમાં ઘણા ફેરફાર થયા છે અને હવે વન-ડે ક્રિકેટમા પણ આ અંદાજ જોવા મળી રહ્યો છે.

 

ઓસ્ટ્રેલિયાનો સૌથી પહેલો 200 નો સ્કોર

વર્ષો પહેલાં 200 નો સ્કોર પણ ઘણો મોટો માનવામાં આવતો હતો. ત્યારે ૩૦૦ કે ૪૦૦ના સ્કોરની વાત પણ થતી નહોતી. વન-ડે ક્રિકેટમાં ૨૦૦ તથા ૨૫૦નો સ્કોર સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયાએ નોંધાવ્યો હતો. ૫૦-૫૦ ક્રિકેટની ફોર્મેટમાં પ્રથમ વખત ૩૦૦ કે તેથી વધારેનો સ્કોર ઇંગ્લેન્ડે નોંધાવ્યો હતો. ૩૫૦નો સ્કોર વેસ્ટ ઇન્ડિઝે તથા ૪૦૦નો સ્કોર ઓસ્ટ્રેલિયાએ ખડક્યો હતો. વન-ડે ક્રિકેટમાં ૪૫૦નો સ્કોર સૌથી પહેલાં ઇંગ્લેન્ડની ટીમે નોંધાવ્યો હતો.

 

વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ૨૦ રનથી વર્લ્ડ રેકોર્ડ ચૂક્યું

અફઘાનિસ્તાન સામેની મેચમાં ઇંગ્લેન્ડે છ વિકેટે ૩૯૭ રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ ત્રણ રન માટે ૪૦૦ના મેજિક આંકડાથી દૂર રહી હતી. આ ઉપરાંત તે માત્ર ૨૦ રન માટે વર્લ્ડ કપના હાઇએસ્ટ સ્કોરથી દૂર રહી હતી. ઇંગ્લેન્ડે એક રન પણ કર્યો હોત તે વર્લ્ડ કપના હાઇએસ્ટ સ્કોરની યાદીમાં પાંચમા ક્રમે રહેલી શ્રીલંકન ટીમને પાછળ રાખી દેવામાં સફળ રહ્યું હોત. હાઇએસ્ટ સ્કોરની યાદીમાં પાંચ વિકેટે ૪૧૩ રનના સ્કોર સાથે ભારત બીજા ક્રમે છે.

આ પણ જુઓ : India vs Pakistan: મેચની સાથે આ મીમ્સ જુઓ, મજા આવી જશે

વન-ડેમાં હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે

વન-ડેની એક જ ઇનિંગ્સમાં સૌથી વધારે રનનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. ઇંગ્લેન્ડે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ૫૦ ઓવરમાં છ વિકેટે ૪૮૧ રન બનાવ્યા હતા. આ વન-ડે ક્રિકેટના ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. ૨૦૧૮ની ૧૯મી જૂને ઇંગ્લેન્ડે આ રેકોર્ડ સર્જ્યો હતો.


2015 બાદ સૌથી વધુ 300 પાર કરનાર ટીમ

ટીમ            મેચ    300+
ઇંગ્લેન્ડ        93    42
ભારત          90    23
ઓસ્ટ્રેલિયા    81    21
દ.આફ્રિકા      79    19
પાકિસ્કાન      85    18
ન્યુઝીલેન્ડ     80    15
શ્રીલંકા         90    15
વેસ્ટ ઇન્ડિઝ  71    11

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2019 09:33 AM IST | London

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK