ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ બાદ હવે ત્રણ ટી૨૦ની સિરીઝ શરૂ કરવામાં આવી હતી જેમાં પહેલી મૅચ વરસાદે ધોઈ નાખી હતી. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે થોડા ઘણા અંશે સારો સાબિત થયો હતો. મૅચની પહેલી જ ઓવરના પાંચમા બૉલ પર જોની બેરસ્ટોની વિકેટ લેવામાં ઈમાદ વસીમ સફળ થયો હતો. જોકે બીજા ઓપનર ટોમ બેન્ટને ટીમની પારી સંભાળ રાખી હતી અને ટી૨૦માં પોતાની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી. ટોમે ૪૨ બૉલમાં પાંચ સિક્સર અને ચાર બાઉન્ડરી વડે ૭૧ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડના વન ડાઉન પ્લેયર ડેવિડ માલન ૨૩ રને રન આઉટ થયો હતો. ૧૬.૧ ઓવરમાં ઇંગ્લૅન્ડે છ વિકેટે ૧૩૧ બનાવ્યા હતા ત્યાં જ વરસાદ વરસવાનો શરૂ થયો હતો જે અંત સુધી રહેતાં મૅચ અનિર્ણિત રહી હતી. ઈમાદ વસીમ અને શાદબ ખાને બે-બે જ્યારે ઇસ્તિખાર અહેમદ એક વિકેટ લેવામાં સફળ થયો હતો. બન્ને ટીમ વચ્ચેની બીજી ટી૨૦ મૅચ આજે રમાશે જેમાં બન્ને ટીમ ૧-૦ની લીડ લેવાનો પ્રયાસ કરશે.
ઇંગ્લૅન્ડ સિરીઝની પહેલી બે ટેસ્ટ મૅચ માટે જાહેર થઈ ટીમ ઇન્ડિયા
20th January, 2021 10:35 ISTઇંગ્લૅન્ડની શ્રીલંકન ધરતી પર લાગલગાટ પાંચમી જીત
19th January, 2021 12:02 ISTશ્રીલંકા સામે ઇંગ્લૅન્ડનો વિજય નક્કી જ સમજો
18th January, 2021 15:30 ISTટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ત્રીજો કૅપ્ટન બન્યો જો રૂટ
17th January, 2021 13:52 IST