World Cup 2019: ઇંગ્લૅન્ડની 106 રનથી જીત, બાંગ્લાદેશ 280 રને ઑલઆઉટ

Jun 09, 2019, 11:19 IST

જેસન રૉયે ૧૫૩ રન ફટકાર્યા પછી શાકિબ-અલ-હસનના ૧૨૧ રન સિવાય એકેય બૅટ્સમૅન લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી ન શકતાં એશિયન ટાઇગરનો ૧૦૬ રનથી થયો પરાજય

World Cup 2019: ઇંગ્લૅન્ડની 106 રનથી જીત, બાંગ્લાદેશ 280 રને ઑલઆઉટ
જેસન રૉય

ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોની આક્રમક બૅટિંગ અને બોલરોની શાનદાર કામગીરીની મદદથી યજમાન ટીમે બંગલા દેશને ૧૦૬ રનથી સજ્જડ પરાજય આપ્યો હતો. ઇંગ્લૅન્ડના ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૮૬ રનના જવાબમાં બંગલા દેશ ૪૮.૫ ઓવરમાં ૨૮૦ રન ઑલઆઉટ થયું હતું. બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે ૩-૩ જ્યારે માર્ક વુડે બે વિકેટ લીધી હતી.

પાકિસ્તાન સામેના પરાજય પછી સફાળી જાગેલી ઇંગ્લૅન્ડની ટીમે બંગલા દેશ સામે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૮૬ રન બનાવ્યા હતા. ટૉસ જીતીને બંગલા દેશના કૅપ્ટન મશરફે ર્મોતઝાએ પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બન્ને ઓપનર જેસન રૉય અને જૉની બેરસ્ટોએ પહેલી ઓવરથી હિટિંગ કરી હતી એથી તેમનો રન-રેટ ક્યારેય ૭ની નીચે ગયો નહોતો. બેરસ્ટોએ ૫૦ બૉલમાં ૫૧ અને જો રૂટે ૨૯ બૉલમાં ૨૧ રન બનાવ્યા હતા. રૉયે બેરસ્ટોની વિદાય પછી રૂટ સાથે આક્રમક બૅટિંગ કરવાની ચાલુ રાખી હતી. રૉયે ૧૨૧ બૉલમાં ૧૪ ફોર અને પાંચ સિક્સરની મદદથી શાનદાર ૧૫૩ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : 'કિસમેં કિતના હૈ દમ' : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ

રૉય આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર ૩૪.૪ ઓવરમાં ૩ વિકેટે ૨૩૫ રન હતો. આગળના બૅટ્સમેનોએ આ શાનદાર પૉઝિશનનો લાભ લઈને હિટિંગ કરવાનો કોઈ મોકો નહોતો છોડ્યો. જોસ બટલરે ૪૪ બૉલમાં ૨ ફોર અને ૪ સિક્સરની મદદથી ૬૪ રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે કૅપ્ટન ઓઇન મૉર્ગને ૩૩ બૉલમાં ૩૫ રન વીંઝી નાખ્યા હતા. ક્રિસ વૉક્સ અને લિયમ પ્લન્કેટે છેલ્લી પાંચ ઓવરમાં બાઉન્ડરીઓ ફટકારીને ટીમનો સ્કોર ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૮૬ રન સુધી પહોંચાડ્યો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK