રાંચીમાં ધોનીએ પરિવાર સાથે કર્યું મતદાન, પુત્રી જીવાએ કરી ખાસ અપીલ

Updated: May 06, 2019, 16:05 IST

ધોનીએ ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અપલોડ કર્યો હતો જેમા ધોનીની પુત્રી જીવા લોકોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરી રહી છે. વીડિયોમાં માહી અને જીવા સાથે દેખાઈ રહ્યા છે.

જીવાએ કરી વોટ કરવા ખાસ અપીલ
જીવાએ કરી વોટ કરવા ખાસ અપીલ

લોકતંત્રના સૌથી મોટા તહેવાર લોકસભા ચૂંટણીમાં સૌ કોઈ ભાગ લઈ રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને ક્રિકેટ સ્ટાર્સ અને બોલીવૂડ સ્ટાર્સ પણ મતદાન કરી રહ્યા છે. સોમવારે બિહાર સહિત કુલ 7 રાજ્યમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું, ધોનીની પુત્રી આમ તો મતદાન કરવા માટે નાની છે પરંતુ તેણે મતદાન કરવા માટે લોકોને ખાસ અપીલ કરી હતી.

 

 
 
 
View this post on Instagram

Use your Power

A post shared by M S Dhoni (@mahi7781) onMay 6, 2019 at 2:11am PDT

દુનિયાના બેસ્ટ ફિનિસર માહી બપોરે 2 વાગ્યાની આસપાસ રાંચી મતદાન કરવા પહોંચ્યા હતાં. મતદાન કરવા મટે ધોનીએ ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો અપલોડ કર્યો હતો જેમા ધોનીની પુત્રી જીવા લોકોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરી રહી છે. વીડિયોમાં માહી અને જીવા સાથે દેખાઈ રહ્યા છે જેમાં જીવા કહી રહી છે કે, ' જાઓ અને મતદાન કરો જેમ મમ્મી અને પાપાએ કર્યું.' અપલોડ કરતાની સાથે વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો: IPL 2019: કલકત્તાને હરાવીને મુંબઈ પહોંચ્યું પ્લે-ઑફની ટોચ પર

જણાવી દઈએ કે, હાલ માહી iplની 12મી સીઝનને લઈને વ્યસ્ત છે અને સમય કાઢીને મતદાન કરવા માટે પહોંચ્યો હતો. આ વર્ષે ધોની માટે ipl ઘણી ખાસ રહી છે. ધોનીએ એકલા હાથે ટીમને જીતનો સ્વાદ ચખાડ્યો છે એટલું જ નહી ટીમ પ્લેઓફ માટે ક્વાલિફાય કર્યું છે જે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK