મેદાન ખાલી નહોવાથી ડીવાય પાટીલ સ્ટેડિયમને મળી મુંબઈ-ગુજરાતની રણજી મૅચ

Published: 8th October, 2012 06:18 IST

નેરુળના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ૨૯ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી રણજી ટ્રોફીમાં મુંબઈ-ગુજરાત વચ્ચેની વેસ્ટ ઝોનની લીગ મૅચ રમાશે.નવી મુંબઈ: નેરુળના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ૨૯ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી રણજી ટ્રોફીમાં મુંબઈ-ગુજરાત વચ્ચેની વેસ્ટ ઝોનની લીગ મૅચ રમાશે. ચર્ચગેટના વાનખેડે સ્ટેડિયમમાં એ અરસા દરમ્યાન ભારતીય યુનિવર્સિટીઓની સૌથી મોટી મહાપરિષદ યોજાશે એટલે રણજી મૅચ માટે એ સ્ટેડિયમ ઉપલબ્ધ નહીં રહે. ચર્ચગેટના જ બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાના મેમ્બરોનો નવા વર્ષનો સમારંભ હોવાથી એ મેદાન પણ રણજી માટે ઉપલબ્ધ નથી અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં અન્ડર-૧૯ મૅચો રમાવાની હોવાથી એ પણ મુંબઈ-ગુજરાત મૅચ માટે નહીં મળી શકે.

ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ૨૦૦૮ અને ૨૦૧૦ની આઇપીએલની ફાઇનલ રમાઈ હતી. એ સહિત આ ટુર્નામેન્ટની કુલ ૧૭ મૅચ નવી મુંબઈના આ સ્ટેડિયમમાં રમાઈ છે, પરંતુ એક પણ ફસ્ર્ટ-ક્લાસ મૅચ નથી રમાઈ. ૨૦૧૦માં આ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સ તથા ડેક્કન ચાર્જર્સની અને ૨૦૧૧માં પુણે વૉરિયર્સની મૅચો રમાઈ હતી. છેલ્લે આ સ્થળે ગયા વર્ષની ૧૯ મેએ કલકત્તા નાઇટ રાઇડર્સ અને પુણે વૉરિયર્સ વચ્ચે ટક્કર થઈ હતી.ડિસેમ્બરમાં મહિલાઓની વેસ્ટ ઝોનની T20 મૅચો પાલઘરના મેદાન પર રમાશે.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK