100 મીટર રેસમાં દુત્તી ચંદ ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા

નવી દિલ્હી | Jul 11, 2019, 12:32 IST

ઇટલીના નૅપ્લેસમાં યોજાયેલી મહિલાઓની ૧૦૦ મીટર રેસમાં ભારતની દુત્તી ચંદે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

દુત્તી ચંદ
દુત્તી ચંદ

ઇટલીના નૅપ્લેસમાં યોજાયેલી મહિલાઓની ૧૦૦ મીટર રેસમાં ભારતની દુત્તી ચંદે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપલબ્ધિ હાંસલ કરનારી તે પહેલી ભારતીય મહિલા બની છે. ઇટલીમાં યોજાયેલી ૩૦મી સમર યુનિવર્સિટી ગેમ્સમાં ૧૦૦ મીટરની મહિલાઓની રેસમાં દુત્તી ચંદ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થઈ હતી. આ પહેલાં કોઈ પણ ભારતીય મહિલા આ રેસમાં ક્વૉલિફાઈ નહોતી કરી શકી.

દુત્તી ચંદની આ ઉપલબ્ધિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરણ રાઈજીજુએ સોશ્યલ મીડિયા દ્વારા તેને શુભેચ્છા આપી છે.

આ પણ વાંચો : વિમ્બલ્ડન 2019: સેરેના વિલિયમ્સ અને હાલેપની સેમી ફાઇનલમાં એન્ટ્રી

નૅપ્લેસ, યુનિવસિયાડમાં થયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સની ૧૦૦ મીટર દોડમાં મેળવેલી જીત બદલ દુત્તી ચંદને અભિનંદન. દેશનો આ પહેલો ગોલ્ડ મેડલ છે અને ગર્વની વાત છે. મહેનત કરતા રહો અને ઑલિમ્પિકમાં યશ મેળવતા રહો.

- રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK