Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં દુતી ચંદે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં દુતી ચંદે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

24 July, 2019 03:27 PM IST | મુંબઈ

એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં દુતી ચંદે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

દુત્તિ ચંદ (File Photo)

દુત્તિ ચંદ (File Photo)


ભારતની સ્ટાર એથલિટ દુતી ચંદે એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતા પહેલા જ દિવસે મહિલાઓની 400 મીટર દોડમાં પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે હિમા દાસ કમરની ઈજાને કારણે 400 મીટર દોડમાંથી બહાર થઈ ગઈ હતી. 23 વર્ષની દુતીએ 11.28 સેકન્ડનો લમય લઈને મહિલાઓની 100 મીટર દોડમાં ચોથી હીટ જીતી હતી. આ સાથે તેણે 11.29 સેકન્ડનો પોતાનો નેશનલ રેકોર્ડ તોડી દીધો. દુતી ચંદે પોતાનો આ રેકોર્ડ ગત વર્ષે ગુવાહાટીમાં બનાવ્યો હતો. જો કે તે વિશ્વ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન માર્ક 11.24 સેકન્ડથી દૂર રહી હતી.


અન્ય ભારતીયોમાં જિંસન જોનસન (પુરૂષોની 800 મીટર), મોહમ્મદ અનસ અને રાજીવ અરોકિયા (400 મીટર), પ્રવીણ ચિત્રવેલ (પુરૂષોની ત્રિકુદ), ગોમતી એમ (મહિલાઓની 1500 મીટર) આગામી રાઉન્ડમાં પહોંચી ગયા છે. રાષ્ટ્રીય રેકોર્ડધારી જોનસે પુરૂષોની 800 મીટર દોડમાં 1: 53.43નો સમય કાઢ્યો હતો. તે કતરના જમાલ હેયરેનથી પાછળ રહ્યો હતો. મનજીત સિંહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલ મોહમ્મદ અફઝલ પણ સેમીફાઇનલમાં પહોંચી ગયો છે. મહિલાઓની 800 મીટર દોડમાં ગોમતીએ 2: 04.96નો સમય કાઢ્યો અને તે બીજા સ્થાન પર રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 03:27 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK