ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં અને પછી પ્લેયરો માટે આઇસોલેશનની સલાહ આપી ડુ પ્લેસીએ

Published: May 15, 2020, 17:37 IST | Agencies | Mumbai Desk

આ વર્લ્ડ કપ ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાય કે નહીં એ વિશે કોઈ માહિતી નથી, પરંતુ એની તૈયારી તો ચાલી જ રહી છે.

ડુ પ્લેસી
ડુ પ્લેસી

સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના પ્લેયર ફૅફ ડુ પ્લેસીએ સલાહ આપતાં કહ્યું કે ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં અને પછી પ્લેયરોને આઇસોલેશનમાં રાખવામાં આવવા જોઈએ. આ વર્લ્ડ કપ ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાય કે નહીં એ વિશે કોઈ માહિતી નથી, પરંતુ એની તૈયારી તો ચાલી જ રહી છે. આ વિશે ડુ પ્લેસીએ કહ્યું કે ‘હું શ્યૉર નથી, પણ ઘણા દેશો માટે ટ્રાવેલિંગ એક મોટો પડકાર છે અને એ લોકો ડિસેમ્બર કે જાન્યુઆરીની વાત કરી રહ્યા છે. જોકે ઑસ્ટ્રેલિયામાં બીજા દેશો જેટલી અસર નથી થઈ માટે બંગલા દેશ, સાઉથ આફ્રિકા, ઇન્ડિયાથી લોકોને લાવવા એ એક પ્રકારનું જોખમ જ છે. જોકે આયોજકો પ્લેયરોને બે અઠવાડિયાં આઇસોલેશનમાં રાખવાની સગવડ આપી શકે છે અને પછી ગેમ રમાડી શકે છે. મને નથી ખબર કે સાઉથ આફ્રિકા ક્યારે પોતાનો ટ્રાવેલ પર લગાવેલો પ્રતિબંધ હટાવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK