હું નવો બોલ્ટ નથી, હું નોહ છું : નોહ લાઇલ્સ
નોહ લાઇલ્સ
તાજેતરમાં વર્લ્ડ ૨૦૦ મીટરનું ટાઇટલ પોતાના નામે કરવામાં સફળ થનારા નોહ લાઇલ્સે જણાવ્યું છે કે તે ઉસેન બોલ્ટ નથી, પણ તે નોહ લાઇલ્સ છે. વાસ્તવમાં અમેરિકાના આ બાવીસ વર્ષના રનરની સરખામણી ઉસેન બોલ્ટ સાથે કરવામાં આવી રહી છે. તેણે આ રેસ ૧૯.૮૩ સેકન્ડમાં પૂરી કરી હતી. પોતાના આ પર્ફોર્મન્સ વિશે વાત કરતાં લાઇલ્સે કહ્યું હતું કે ‘મહેરબાની કરીને મને બોલ્ટ ન કહો. હું હું છું. હું તમને ચોક્કસ મનોરંજન પૂરું પાડીશ. આ સમય મારો છે.’
કૅનેડાના એન્ડ્રે ડે ગ્રાસેએ ૧૯.૯૫ સેકન્ડનો સમય લઈને સિલ્વર મેડલ જ્યારે એલેક્સ ક્વિનોનેઝે ૧૯.૯૮ સેકન્ડમાં રેસ પતાવી બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
ADVERTISEMENT
બોલ્ટે પોતાની બાવીસ વર્ષની ઉમરમાં ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસમાં જેટલો સમય લીધો હતો એના કરતાં લાઇલ્સે ઓછો સમય લઈને રેસ જીતી હોવાના લીધે તેની સરખામણી બોલ્ટ સાથે કરવામાં આવી રહી છે.