ટી૨૦ વર્લ્ડ કપને લઈને હજી સુધી કોઈ ચોખવટ નથી થઈ: કેવિન રૉબર્ટ્સ

Published: May 23, 2020, 17:04 IST | Gujarati Mid-day Correspondent | Melbourne

ભારતીય ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે અને જો એ આ ટુર્નામેન્ટમાં સામેલ ન થાય તો મજા ન આવે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ કેવિન રૉબર્ટ્સનું કહેવું છે કે આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપના આયોજનના મુદ્દે હજી સુધી કોઈ ચોખવટ નથી થઈ. ઑક્ટોબર મહિનામાં વિશ્વની ૧૬ ટીમ આ દેશનો પ્રવાસ કરવાની છે અને હજી સુધી એ ચોખવટ થઈ નથી કે આ વર્લ્ડ કપ પોતાના નિર્ધારિત સમયે યોજવામાં આવશે કે નહીં? કોરોના વાઇરસને કારણે જન્મેલી આ સમસ્યા વિશે કેવિને કહ્યું કે ‘અમે અત્યારે કોઈ ચોખવટ કરી શકીએ એમ નથી. પણ પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરી રહી છે અને ભવિષ્યમાં શું થશે એ કંઈ કહી શકાય એમ નથી. અંતિમ નિર્ણય આઇસીસીનો રહેશે. ભારતીય ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે અને જો એ આ ટુર્નામેન્ટમાં સામેલ ન થાય તો મજા ન આવે. અમને એ પણ નથી ખબર કે શું મૅચ જોવા ક્રાઉડ આવશે? અને મને આશા છે કે શરૂઆતથી જ તેમને ક્રાઉડ મળી રહેશે. હમણાં બસ એ જ જોવાનું છે કે પરિસ્થિતિ કેવી રહે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK