યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશનાર પહેલો ઑસ્ટ્રિયન પ્લેયર બન્યો ડોમિનિક થીએમ

Published: Sep 11, 2020, 13:38 IST | IANS | New York

યુએસ ઓપનના પુરુષ એકલ વર્ગમાં ઑસ્ટ્રિયન પ્લેયર ડોમિનિક થીએમે ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં ઍલેક્સ ડી મિનૌરને હરાવીને પહેલી વાર પ્રવેશ કર્યો છે.

ડોમિનિક થીએમ
ડોમિનિક થીએમ

યુએસ ઓપનના પુરુષ એકલ વર્ગમાં ઑસ્ટ્રિયન પ્લેયર ડોમિનિક થીએમે ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં ઍલેક્સ ડી મિનૌરને હરાવીને પહેલી વાર પ્રવેશ કર્યો છે. આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કરનાર તે પહેલો ઑસ્ટ્રિયન પ્લેયર બન્યો છે. ક્વૉર્ટર ફાઇનલમાં થયેલા મુકાબલામાં ડોમિનિકે મિનૌરને બે કલાક ચાર મિનિટ ચાલેલી ગેમમાં ૬-૧, ૬-૨, ૬-૪થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં પ્રવેશવા માટે ડોમિનિકનો મુકાબલો હવે ડેનિલ મેડવેડેવ સામે થશે. આ જીત બાદ ડોમિનિકે કહ્યું કે ‘પહેલી જ ક્ષણથી મને સારી અનુભૂતિ થઈ રહી હતી. આ વખતે ટુર્નામેન્ટમાં નથી રૉજર, નડાલ કે નથી નોવાક; પણ આ વખતે ડેનિલ, સાસ્ચા, પાબ્લો અને હું એમ અમે ચાર જણ છીએ. આ ત્રણેય પ્લેયર્સ ઘણા સારા છે અને તેઓ ફાઇનલ જીતવા માટેના પ્રબળ દાવેદાર છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK