કૂતરો રેસિંગના ટ્રૅક પર દોડી આવતો બીજા દેશોમાં પણ જોવા મળ્યું છે
Published: 1st November, 2011 18:59 IST
રવિવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડાની ઇન્ડિયન ગ્રાં પ્રિ નામની ભારતની સૌપ્રથમ જ્૧ રેસ જીતી લેનાર જર્મનીના સેબાસ્ટિયન વેટલે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની મુલાકાતમાં મન મૂકીને ચર્ચા કરી હતી. તેને ભારત આવીને ખૂબ ગમ્યું હોવાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો, ભારતની આ પ્રથમ F1 રેસ જીતવા બદલ પોતાને ગૌરવશાળી ગણાવ્યો હતો તેમ જ ભારતના લોકો અને ભારતીય સંસ્કૃતિની ખૂબ પ્રશંસા પણ કરી હતી જે તેના જ શબ્દોમાં જાણીએ:
અશ્વિન ફેરો
નવી દિલ્હી, તા. ૧
તમે ભારતમાં પહેલી વાર યોજવામાં આવેલી જ્૧ રેસમાં કમાલ કરી નાખી. તમને ભારત આવતાં પહેલાં આવી જ્વલંત સફળતાની ધારણા હતી ખરી?
ભારતનો રેસિંગ-ટ્રૅક મારા માટે તદ્ન નવો હતો એટલે અગાઉથી મેં ખાસ કંઈ ધારણા કરી જ નહોતી. અહીં આવીને એના પર ઘણી પ્રૅક્ટિસ કરી એટલે ટ્રૅક બહુ સારો લાગતો ગયો હતો. હવે આ વખતે એના પર ઘણો સારો અનુભવ થઈ ગયો છે એટલે આવતા વખતે સારી પૂર્વતૈયારીઓ સાથે જ આવીશ.
શુક્રવારે પ્રૅકિટસ દરમ્યાન ટ્રૅક પર કૂતરો દોડી આવ્યો એના કારણે તારી એકાગ્રતા તૂટી હશે, ખરુંને?
ના. ટ્રૅક પર કૂતરો દોડી આવ્યો હોય એવું મેં અહીં પહેલી વાર નથી જોયું. મેં ઘણા દેશોની રેસમાં ભાગ લીધો છે અને આવું મેં ઘણી વાર જોયું છે. અમે આવા બનાવોને ગંભીરતાથી લેતા જ નથી.
ઇન્ડિયન ગ્રાં પ્રિને તમે કેવી રીતે યાદ રાખવાનું પસંદ કરશો?
હું ભારતની આ રેસના અનુભવને જિંદગીભર નહીં ભૂલું. ભારતની આ પ્રથમ જ્૧ રેસ જીતવા બદલ પોતાને ગૌરવશાળી માનું છું. અહીં કાર-રેસિંગનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો. હું તો માનું છું કે ભારત પાસેથી, ભારતના લોકો પાસેથી અને અહીંની સંસ્કૃતિમાંથી ઘણું સારું શીખવા જેવું છે. હું જર્મનીના હેપેનહાઇમ શહેરનો છું અને ત્યાં બૉલીવુડની ઘણી ફિલ્મોના શૂટિંગો થયા છે એવું મેં અહીં જાણ્યું ત્યારે મને ઘણું સુખદ આશ્ચર્ય થયું હતું. હું થોડા સમયમાં જરૂર ભારત પાછો આવીશ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK