દિલશાનની સદી છતાં સીડલે ઑસ્ટ્રેલિયાને જીતની આશા અપાવી

Published: 17th December, 2012 05:24 IST

પ્રથમ ટેસ્ટ-મૅચ (ઈએસપીએન પર સવારે ૫.૦૦)માં ગઈ કાલના ત્રીજા દિવસે શ્રીલંકા ભૂતપૂર્વ કૅપ્ટન તિલકરત્ને દિલશાન (૧૪૭ રન, ૨૭૩ બૉલ, ૨૧ રન) અને ભાવિ સુકાની ઍન્જેલો મૅથ્યુઝ (૭૫ રન, ૧૮૬ બૉલ, ૧૧ ફોર)ની પાંચમી વિકેટ માટેની ૧૬૧ રનની ભાગીદારીની મદદથી બીજા દાવમાં ૩૩૬ રનના ટોટલ સુધી પહોંચી શક્યું હતું.હૉબાર્ટ :  દિલશાનની આ ૧૫મી સદી હતી, જ્યારે બીજી સદી કરવાનું મૅથ્યુઝનું સપનું પૂરું નહોતું થયું.

તેઓ ૧૬૧ની પાર્ટનરશિપ સાથે જડબાતોડ જવાબ આપવા છતાં ઑસ્ટ્રેલિયાને ૧૧૪ રનની લીડ લેતાં નહોતા રોકી શક્યા. પેસબોલર પીટર સીડલે (૨૫.૩-૧૧-૫૪-૫)ના તરખાટને લીધે ઑસ્ટ્રેલિયનોમાં આ મૅચ જીતવાની આશા જન્મી હતી.

ગઈ કાલની રમતના અંતે ઑસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ૨૭ રન બનાવી લીધા હતા અને લીડ સહિત ૧૪૧ રનથી આગળ હતું. હવે આજે કાંગારૂઓ શ્રીલંકનોને કેટલો ટાર્ગેટ આપવામાં સફળ થાય છે એના પર મૅચના પરિણામનો આધાર છે. ઑસ્ટ્રેલિયાના પેસબોલર બેન હિલ્ફેનહૉસને કમરના ડાબા ભાગમાં ગઈ કાલે અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને તે કદાચ આ મૅચ સહિત આખી સિરીઝમાં નહીં રમી શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK