જાણો કેમ કહેવાય છે DRS એટલે ધોની રિવ્યૂ સિસ્ટમ

Published: May 11, 2019, 18:00 IST

ધોનીએ એક જ મેચમાં 2 વાર સાબિત કર્યું કે DRS મામલે કેમ તેને પરફેક્ટ માનવામાં આવે છે. ધોનીની ખાસિયત તેમની કેપ્ટનશિપ છે અને તેમનું વિઝન જ તેમને ખાસ બનાવે છે.

DRS એટલે ધોની રિવ્યૂ સિસ્ટમ!
DRS એટલે ધોની રિવ્યૂ સિસ્ટમ!

10મેના આઈપીએલ 2019ની બીજી ક્વાલિફાયર મેચ ચેન્નાઈ અને દિલ્હી સામે રમાઈ હતી. જેમાં ચેન્નાઈ દિલ્હીને હરાવીને ફાઈનલમાં પહોચી હતી. IPLની 12મી સીઝનની ફાઈનલ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે 12મેના રમાશે. દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી ક્વાલિફાયર મેચમાં ફરી એકવાર ધોની અને DRS સિસ્ટમ ચર્ચામાં આવી છે. આમ ધોનીએ એક જ મેચમાં 2 વાર સાબિત કર્યું કે DRS મામલે કેમ તેને પરફેક્ટ માનવામાં આવે છે. ધોનીની ખાસિયત તેમની કેપ્ટનશિપ છે અને તેમનું વિઝન જ તેમને ખાસ બનાવે છે. જેમ બોલીવૂડમાં આમિર ખાનને પરફેક્ટનિસ્ટ માનવામાં આવે છે તેમ ક્રિકેટમાં ધોનીને પરફેક્ટનિસ્ટ માનવામાં આવે છે.

ધોનીનો નિર્ણય ફરી સાચો સાબિત થયો

દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી ક્વાલિફાયર મેચમાં દિલ્હી બેટિંગ કરી રહ્યું હતું. 14મી ઓવર ઈમરાન તાહિર કરી રહ્યા હતા. 14મી ઓવરની બીજી બોલ રુધરફોર્ડના પેડ પર અડીને બાઉન્ડ્રી પાર કરી ગઈ. બોલ પેડ પર અડતા તાહિરે જોરદાર અપીલ કરી. પણ અમ્પાયર દ્વારા નકારવામાં આવી હતી. જો કે તાહિરે ધોની સાથે વાત કર્યા બાદ રીવ્યૂ લીધો હતો. પરંતુ ધોનીએ પહેલા જ કહી દીધુ હતુ કે બોલ સ્ટમ્પની ઉપરથી જાય છે અને તેવું જ બન્યું.

આ પણ વાંચો: IPL 2019:દિલ્હીને હરાવી ચેન્નાઈનો ફાઈનલ પ્રવેશ

દિપક ચહરની ઓવરમાં પણ ધોનીનો નિર્ણય ફરી સાચો સાબિત થયો

આ પહેલા 3જી ઓવરમાં પૃથ્વી શૉ બેટિંગ કરી રહ્યા હતા ત્યાં દિપક ચાહરની બોલ તેમના પેડ પર અડતા અપીલ કરી હતી. અંપાયરે અપીલને નકારતા દીપક સાથે વાત કરી રીવ્યૂ લીધો હતો અને ડીસીઝન પહેલાથી જ કહી દીધુ કે આઉટ છે. જાણે DRS એટલે ધોની રિવ્યૂ સિસ્ટમ હોય ડિસીઝન રીવ્યૂ સિસ્ટમ નહી અને બન્યુ પણ એવુ જ બોલ મિડલ સ્ટમ્પના ઉપરના ભાગને અડીને જતી હતી અને અમ્પાયરને નિર્ણય બદલીને પૃથ્વી શૉને આઉટ જાહેર કરવો પડ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK