ધોની T20 વર્લ્ડ કપનો બેસ્ટ વિકેટકીપર

Published: 2nd October, 2012 02:34 IST

એકમાત્ર તેણે મૅચમાં ચાર કૅચની સિદ્ધિ બીજી વખત મેળવીકોલંબો : મહેન્દ્ર સિંહ ધોની T20 વર્લ્ડ કપની મૅચમાં ચાર કૅચ પકડવાની સિદ્ધિ બે વાર હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો છે.

ધોનીએ રવિવારે ચાર પાકિસ્તાની પ્લેયરોના કૅચ પકડ્યા હતા અને તેના એ ચાર શિકારમાં નાસિર જમશેદ, કામરાન અકમલ, ઉમર ગુલ અને સઈદ અજમલનો સમાવેશ હતો. પાકિસ્તાન સામે હરીફ ટીમના વિકેટકીપરે T20  મૅચમાં ચાર કૅચ પકડ્યા હોય એવું રવિવારે પહેલી જ વખત બન્યું હતું.

ધોનીએ T20 ઇન્ટરનૅશનલમાં ચાર કૅચ ઝીલવાની સિદ્ધિ બે વાર મેળવીને ઍડમ ગિલક્રિસ્ટ અને એ. બી. ડિવિલિયર્સની બરાબરી કરી હતી. જોકે વર્લ્ડ કપમાં એ ડબલ સિદ્ધિ મેળવનાર માહી વિશ્વનો એકમાત્ર વિકેટકીપર છે.

ગંભીરના બન્ને ઝીરો પાકિસ્તાન સામે

ગૌતમ ગંભીર રવિવારે ઇનિંગ્સના બીજા બૉલમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. તેણે રઝા હસનના બૉલમાં ઉતાવળે શૉટ મારવા જતાં તેને જ કૅચ આપી દીધો હતો. ગંભીર બીજી વાર T20  ઇન્ટરનૅશનલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો છે અને આ બન્ને નિષ્ફળતા તેણે પાકિસ્તાન સામે જોઈ છે. ૨૦૦૭ના વર્લ્ડ કપની લીગ મૅચમાં ગંભીરે બોલર મોહમ્મદ આસિફના ત્રીજા જ બૉલમાં તેને વળતો કૅચ આપી દીધો હતો.

વીરેન્દર-વિરાટની ભાગીદારી હાઇએસ્ટ

વીરેન્દર સેહવાગ અને વિરાટ કોહલી વચ્ચે રવિવારે બીજી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી થઈ હતી. પાકિસ્તાન સામેની T20 ઇન્ટરનૅશનલ મૅચોમાં તેમના આ ૭૪ રન કોઈ પણ વિકેટ માટેની ભાગીદારીઓમાં સૌથી વધુ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK