અંતે ICC ના 'બલિદાન પ્રતીક' ગ્લવ્ઝ ન પહેરવા પર ધોનીએ આપ્યો જવાબ

Published: Jun 08, 2019, 12:54 IST

સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ધોનીએ બલિદાન બેચ વાળા ગ્લવ્ઝ પહેર્યા હતા જેની સામે ICCએ વિરોધ દર્શાવ્યો હતો. ICCના વિરોધ પછી BCCIએ ધોનીનું સમર્થન કર્યું હતું જો કે આઈસીસી દ્વારા ધોનીના ગ્લવ્ઝ પરથી બલિદાન બેચ હટાવવા કહ્યું હતું

ગ્લવ્ઝ પહેરવા અંગે ધોનીનો જવાબ
ગ્લવ્ઝ પહેરવા અંગે ધોનીનો જવાબ

વર્લ્ડકપ 2019ની પહેલી મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે જીત મેળવી હતી. આમ તો મેચ પુરૂ થઈ ગઈ પરંતુ ધોનીના ગ્લવ્ઝ પર રહેલ બલિદાન બેચ ભારે ચર્ચાનો વિષય રહ્યું. સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ધોનીએ બલિદાન બેચ વાળા ગ્લવ્ઝ પહેર્યા હતા જેની સામે ICCએ વિરોધ દર્શાવ્યો હતો. ICCના વિરોધ પછી BCCIએ ધોનીનું સમર્થન કર્યું હતું જો કે આઈસીસી દ્વારા ધોનીના ગ્લવ્ઝ પરથી બલિદાન બેચ હટાવવા કહ્યું હતું. આ સમગ્ર મામલે હવે ધોનીએ જવાબ આપ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની ખબર અનુસાર ધોનીએ કહ્યું હતું કે, તે ICCના નિયમોનું પાલન કરશે. ધોનીઅ બોર્ડને કહ્યું હતું કે, આ મુદ્દા પર વિશેષ તણાવ નથી ઈચ્છતા અને તે નિયમોનું પાલન કરશે. આ નિવેદન પછી સ્પષ્ટ છે કે ધોની બલિદાન બેચ વાળા ગ્લવ્ઝ નહી પહેરે.

શું હતી ઘટના?

સાઉથ આફ્રિકા સામે રમાયેલી વર્લ્ડ કપની પહેલી મેચ દરમિયાન ધોનીના વિકેટકિપિંગ ગ્લવ્ઝ પર બલિદાન બેચ જોવા મળ્યું હતું જેને લઈને તે ચર્ચામાં આવ્યા હતા. બલિદાન બેચને લઈને ICC અને BCCI વચ્ચે પણ ખેચતાણ જોવા મળી હતી. ICCના નિયમ અનુસાર, રમત દરમિયાન કોઈ પણ ધર્મ કે કોમર્શિયલ નિશાનનું પ્રમોશન પ્લેયર કરી શકે નહી. BCCIએ પણ ધોનીને આ ગ્લવ્ઝ પહેરવા માટે અનુમતી માટેનો પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો: ધોનીના ‘બલિદાન બેચ’ ને BCCIનું સમર્થન, ICCને લખી ચિઠ્ઠી

કેમ છે ધોની પાસે આ બેચ

ધોની હમેશા સેનાને વિશેષ રુપે સન્માન આપતો જોવા મળે છે. ધોની અને ભારતીય ટીમે આ પહેલા ઓસ્ટ્રેલિયા સામે આર્મી કેપ પહેરીને પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ધોનીને 2011માં લેફ્ટનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવ્યો હતો. ધોનીએ પેરા ટ્રૂપરની સફળ ટ્રેનિંગ કરી હતી. ધોની 2015માં સફળ ટ્રેનિંગ બાદ ટ્રેન્ડ પેરાટ્રૂપર બન્યા હતા જેના કારણે ધોની આ બેચનો ઉપયોગ કરી શકે છે અને આ બેચ વાપરવાની યોગ્યતા ધરાવે છે. પેરાટ્રૂપરની ટ્રેનિંગ દરમિયાન ધોનીએ 1,250 ડાઈવ પણ લગાવી હતી અને માત્ર દોઢ મિનિટની અંદર જમીન પર લેન્ડ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK