ધોનીએ પાંચ-પાંચ બ્રૅન્ડના કૉન્ટ્રૅક્ટ ગુમાવી દીધા

Published: 20th December, 2012 02:46 IST

વર્ષે ૭૦ કરોડ રૂપિયા કમાતા માહીનો વર્ષનો ૧૨ કરોડનો ભાવ કેટલીક કંપનીઓને હવે નથી પરવડતોનવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોની કૅપ્ટન્સી ગુમાવે કે ન ગુમાવે, પરંતુ તેની લોકપ્રિયતા ખૂબ ઘટી ગઈ છે એનો તેની આવક પરથી મોટો પુરાવા મળી જ ગયો છે. કોર્પોરેટ વર્લ્ડમાં તે હવે ફ્લૉપ કૅપ્ટન બની જવાને કારણે મોંઘો લાગી રહ્યો છે. છેલ્લા થોડા વષોર્થી તેની સાથે વાર્ષિક એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ ધરાવતી બ્રૅન્ડની સંખ્યા ૨૭ હતી જે જાન્યુઆરી-નવેમ્બરમાં ઘટીને બાવીસ થઈ ગઈ હતી.

ધોની એક બ્રૅન્ડ સાઇન કરવાના એક વર્ષના લગભગ ૧૨ કરોડ રૂપિયા લે છે. કેટલીક કંપનીઓને તેનો આ ભાવ વધુ લાગી રહ્યો છે. ધોની કૉન્ટ્રૅક્ટો દ્વારા વર્ષે ૭૦ કરોડ કરતાં પણ વધુ કમાય છે.

૩૦ ટકા બ્રૅન્ડ-વૅલ્યુ ગુમાવશે

એક અખબારી રિપોર્ટ મુજબ પર્સેપ્ટ લિમિટેડ નામની એન્ટરટેઇનમેન્ટ અને ટૅલન્ટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેકટર શૈલેન્દ્ર સિંહના મતે જો ધોની ટેસ્ટની કૅપ્ટન્સી ગુમાવશે તો તેની બ્રૅન્ડ-વૅલ્યુમાં ૩૦ ટકા જેટલો ઘટાડો જોવા મળશે.

નાગપુરની છેલ્લી ટેસ્ટ-મૅચમાં ધોની ૯૯ રન પર રનઆઉટ થનાર વિશ્વનો પ્રથમ ટેસ્ટ-કૅપ્ટન અને પહેલો ટેસ્ટ-વિકેટકીપર બન્યો હતો.

કૅપ્ટન્સીના મુદ્દે જવાબ ટાળ્યો

ધોનીને ટેસ્ટની કૅપ્ટન્સીમાંથી હટાવી દેવો જોઈએ અને તેને વન-ડે તથા વ્૨૦ નું જ સુકાન સોંપવું જોઈએ એવા કેટલાક ભૂતપૂર્વ પ્લેયરોના મંતવ્યના મુદ્દે ગઈ કાલે પુણેમાં ધોનીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે હમણાં ટીમ વ્૨૦ સિરીઝ પર ધ્યાન કેãન્દ્રત કરી રહી છે એવું કહીને સ્પષ્ટ અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK