ધોની છે બેસ્ટ ફિનિશર

Published: Sep 15, 2020, 12:23 IST | IANS | Dubai

સાઉથ આફ્રિકન ખેલાડી અને આ વર્ષે આઇપીએલમાં રાજસ્થાન વતી રમનાર ડેવિડ મિલરનું કહેવું છે કે એ માહીનો જબરો ફૅન છે અને તેના જેવો બનવા માગે છે

ધોની
ધોની

સાઉથ આફ્રિકન ખેલાડી અને આ વર્ષે આઇપીએલમાં રાજસ્થાન વતી રમનાર ડેવિડ મિલરનું કહેવું છે કે એ માહીનો જબરો ફૅન છે અને તેના જેવો બનવા માગે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ તેનો પ્રભાવ જરાય ઓછો નથી થયો. ૧૯મી સપ્ટેમ્બરે શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં માહી લાંબા સમય બાદ મેદાનમાં રમતો જોવા મળશે. એવામાં ધોનીનાં વખાણ કરતાં સાઉથ આફ્રિકન ક્રિકેટર ડેવિડ મિલરનું કહેવું છે કે ધોની જેવો ફિનિશર બીજો કોઈ નથી. પ્રેશરવાળી પરિસ્થિતિમાં પણ ધોની શાંત રહીને રમી શકે છે એ તેની આવડત છે અને તે પોતે ધોની જેવો બૅટ્સમૅન બનવા માગે છે.

cricket

ડેવિડ મિલર આ વર્ષે રાજસ્થાન રૉયલ્સ વતી રમતો જોવા મળશે. આ પહેલાં તે કિંગ્સ ઇલેવન પંજાબથી રમી ચૂક્યો છે.
મારે ધોની જેવા બનવું છે ધોનીની પ્રશંસા કરતાં મિલરે કહ્યું કે ‘સ્વાભાવિક છે કે ધોનીને હું ઘણો પ્રેમ કરું છું. ખાસ કરીને તેના શાંત સ્વભાવને. મૅચની કપરી પરિસ્થિતિમાં તે પોતાને નિયંત્રણમાં રાખી શકે છે. હું પણ મેદાનમાં તેના જેવી ઊર્જા સાથે રમવા માગું છું. એક બૅટ્સમૅન તરીકે તેનામાં ઘણા પ્લસ અને માઇનસ પૉઇન્ટ છે. મારામાં પણ છે. ટાર્ગેટ ચેઝ કરતી વખતે હું તેની જેમ બૅટિંગ કરી મૅચ ફિનિશ કરવા માગું છું’’
ધોની એકમાત્ર બેસ્ટ ફિનિશર
ડેવિડ મિલરનું કહેવું છે કે ‘મારી કરીઅર કઈ રીતે ચાલે છે અને પૂરી થાય છે એ જોયા બાદ જ હું મારી સમીક્ષા કરી શકીશ. મારા મતે ધોની એકમાત્ર બેસ્ટ ફિનિશર છે અને એ વાતની તેણે ઘણી વાર સાબિતી આપી છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK