Mumbai : મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતનું એક મોટું નામ છે. મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ક્રિકેટની સાથે વિશ્વ ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો. આ જ કારણ છે કે માત્ર સામાન્ય ચાહકો જ નહીં પરંતુ ક્રિકેટના કેટલાક મોટા ખેલાડીઓ પણ મહેન્દ્રસિંહ ધોનીને તેમનો રોલ મોડેલ માને છે. તો ચાલો જાણીએ કે આ લીસ્ટમાં કયાં ખેલાડીઓનો સમાવેશ થાય છે.
1) વિરાટ કોહલી (Virat Kohli)
વિરાટ કોહલી હાલમાં વિશ્વના સૌથી દિગ્ગજ બેટ્સમેન છે. વિરાટે તેની કારકિર્દીની લગભગ તમામ મેચ મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ રમી છે. આ જ કારણ છે કે વિરાટ મહેન્દ્ર સિંહ ધોનીનું ખૂબ માન આપે છે. ખુદ કેપ્ટન બન્યા પછી પણ વિરાટ તેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને જ માને છે. વિરાટ કોહલી મુશ્કેલ સંજોગોમાં મેદાન પર ઘણી વખત મહેન્દ્રસિંહ ધોનીની સલાહ લે છે.
2) ડ્વેન બ્રાવો (Dwayne Bravo)
વેસ્ટ ઇન્ડીઝનો શાનદાર ઓલરાઉન્ડર ડીજે bravo, મહેન્દ્ર સિંહ ધોની ધોનીનો ખૂબ જ સારો મિત્ર માનવામાં આવે છે. ચેન્નાઈ સુપર કિંગ ટીમમાંથી ડીજે અને મહેન્દ્ર સિંહ ધોની એક સાથે રમે છે. ડીજે એ ઘણી વાર એમ પણ કહ્યું છે કે તે મહેન્દ્રસિંહ ધોની પાસેથી ઘણું શીખવા મળે છે.
આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ
3) રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)
ભારતીય ટીમના મુખ્ય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા મહેન્દ્ર સિંહ ધોનીને તેમનો માર્ગદર્શક માને છે. રવિન્દ્ર જાડેજાએ તેની કારકિર્દીની લગભગ મેચ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમી છે. આઈપીએલમાં પણ રવિન્દ્ર જાડેજા મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ રમે છે. રવિન્દ્ર જાડેજાએ તેની કારકિર્દીમાં મહેન્દ્રસિંહ ધોની પાસેથી ઘણું શીખ્યું છે.
આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ
4) મોહમ્મદ શહજાદ (Mohammad Shahzad)
મોહમ્મદ શહજાદ અફઘાનિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર છે. અફઘાનિસ્તાનની ટીમ માટે મોહમ્મદ શહેઝાદ વિકેટકીપિંગ કરે છે. શહેઝાદનું માનવું છે કે તેમનો રોલ મોડેલ મહેન્દ્ર સિંહ ધોની છે. તેણે ધોનીની વિકેટકીપિંગથી ઘણી યુક્તિઓ શીખી છે.
આ પણ જુઓ : જાણો, રવિન્દ્ર જાડેજા કેટલું વૈભવી જીવન જીવે છે
5) રિષભ પંત (Rishabh Pant)
ભારતીય ટીમના ભાવિ વિકેટ કીપર ગણાતા રિષભ પંત, મહેન્દ્રસિંહ ધોનીને તેમનો મહાન માર્ગદર્શક માને છે. ધોની પણ દરેક મેચ પછી રિષભ પંતનો સલાહ આપે છે. પંતે તેની કારકિર્દીમાં મહેન્દ્રસિંહ ધોની પાસેથી ઘણું શીખ્યું છે.
બાળપણમાં વિરાટને પસંદ હતી આ અભિનેત્રી, ઇન્ટરવ્યૂમાં કર્યા અનેક ખુલાસા
Dec 10, 2019, 19:06 ISTછેલ્લી T20માં સારું પર્ફોર્મ કરીશું : શિવમ દુબે
Dec 10, 2019, 13:28 ISTલેડીઝ ક્રિકેટ 2020 માટે ટીમ નોંધાવી?
Dec 09, 2019, 11:31 ISTરણજી ટ્રોફીની આજથી શરૂ થતી સીઝનમાં વસીમ જાફર બનાવી શકે છે નવા રેકૉર્ડ્સ
Dec 09, 2019, 09:56 IST