પંતનો ફેવરિટ બૅટિંગ પાર્ટનર છે ધોની

Published: Jul 16, 2020, 22:11 IST | Agencies | Mumbai Desk

ન્યુ ઝીલૅન્ડ ટૂરમાં પંતના સ્થાને કે. એલ. રાહુલને વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વિશે પંતે કહ્યું કે ‘માહી ભાઈ મારા ફેવરિટ બૅટિંગ પાર્ટનર છે, પણ મને તેમની સાથે બૅટિંગ કરવાની તક વારંવાર નથી મળી.

ધોની
ધોની

રિષભ પંતનો ફેવરિટ બૅટિંગ પાર્ટનર મહેન્દ્ર સિંહ ધોની છે. જોકે તેમને એકસાથે બૅટિંગ કરવાની તક ખૂબ જ ઓછી મળી છે. મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર તરીકેની જવાબદારી પંતને સોંપવામાં આવી હતી. ન્યુ ઝીલૅન્ડ ટૂરમાં પંતના સ્થાને કે. એલ. રાહુલને વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ વિશે પંતે કહ્યું કે ‘માહી ભાઈ મારા ફેવરિટ બૅટિંગ પાર્ટનર છે, પણ મને તેમની સાથે બૅટિંગ કરવાની તક વારંવાર નથી મળી. કોઈ પણ પ્રકારની મુસીબતમાં તે મદદ કરવા હંમેશાં આગળ રહે છે. તેમના મગજમાં આગળના પ્લાન પણ સતત બનતા રહે છે. ખરું કહું તો રન ચૅઝ કરવાના સમયે તેમનું મગજ અદ્ભુત રીતે કામ કરતું થઈ જાય છે. વિરાટભાઈ અને રોહિતભાઈ સાથે પણ બૅટિંગ કરવી મને ગમે છે, જ્યારે પણ કોઈ સિનિયર સાથે બૅટિંગ કરવાની તક મળે ત્યારે એક અલગ જ અનુભવ પ્રાપ્ત થાય છે. તમને ખબર પડે છે કે તેમનું મગજ કેવી રીતે કામ કરે છે. શ્રેયસ અય્યર અને શિખરભાઈ સાથે આઇપીએલમાં રમવાની પણ ઘણી મજા આવે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK