IPL 2020: બ્રૅડ હૉગની બેસ્ટ આઇપીએલ ઇલેવનમાં મહેન્દ્ર સિંહ ધોની નથી

Updated: Sep 17, 2020, 11:01 IST | IANS | Mumbai

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડીએ વિરાટ કે રોહિતને બદલે કેન વિલિયમસનને ટીમનો કૅપ્ટન બનાવ્યો

હોગ
હોગ

આઇપીએલના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્રિકેટપંડિતો અને ભૂતપૂર્વ ખેલાડીઓ તેમના મત અનુસારની બેસ્ટ આઇપીએલ ઇલેવન જાહેર કરતા હોય છે. આવી જ એક બેસ્ટ આઇપીએલ ઇલેવન ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી બ્રૅડ હૉગે તૈયાર કરી છે. આ ઇલેવનમાં તેણે આશ્ચર્યજનક રીતે આઇપીએલના સૌથી દિગ્ગજ ખેલાડી અને કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન નથી આપ્યું. ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ ટીમે આઠ વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને ત્રણ વાર ચૅમ્પિયન બની છે.
આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમી ચૂકેલા હૉગે તેની ઇલેવનના કૅપ્ટન તરીકે ટુર્નામેન્ટના સૌથી સફળ કૅપ્ટન રોહિત શર્મા કે વિરાટ કોહલીને બદલે ન્યુ ઝીલૅન્ડના કેન વિલિયમસનની પસંદગી કરી છે.
બ્રૅડ હૉગની બેસ્ટ આઇપીએલ ઇલેવન : કેન વિલિયમસન (કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ડેવિડ વૉર્નર, રોહિત શર્મા, વિરાટ કોહલી, આન્દ્રે રસેલ, રવીન્દ્ર જાડેજા, સુનીલ નારાયણ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વરકુમાર અને જસપ્રીત બુમરાહ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK