ધોની તો યોદ્ધો છે, તે આવી ઈજાને નથી ગણકારતો : ટીમ મૅનેજમેન્ટ

લીડ્‌સ | Jul 05, 2019, 11:52 IST

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૯માં ૩૦ જૂને ઇંગ્લૅન્ડ સામેની મૅચ પૂરી થયા બાદ ભૂતપૂર્વ કૅપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને અંગૂઠો ચૂસીને લોહી થૂંકતો જોઈને તેના ઘણા પ્રશંસકો ચિંતિત થઈ ગયા હતા.

ધોની તો યોદ્ધો છે, તે આવી ઈજાને નથી ગણકારતો : ટીમ મૅનેજમેન્ટ
ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૧૯માં ૩૦ જૂને ઇંગ્લૅન્ડ સામેની મૅચ પૂરી થયા બાદ ભૂતપૂર્વ કૅપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને અંગૂઠો ચૂસીને લોહી થૂંકતો જોઈને તેના ઘણા પ્રશંસકો ચિંતિત થઈ ગયા હતા. આખરે તો તે ભારતીય ટીમનો મહત્ત્વનો ખેલાડી છે અને સ્પર્ધા હવે જ્યારે સમાપ્તિના તબક્કાની નજીક પહોંચી છે ત્યારે તેના હાથના અંગૂઠામાં ઈજા થાય તો તેના ચાહકોને પણ ચિંતા થાય એ વાત તો સ્વાભાવિક છે. ટીમ મૅનેજમેન્ટમાંના એક અધિકારીને જ્યારે ધોનીની ઈજા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘વો હૈ તો પહાડી, વો યોદ્ધા હૈ. ૩૦૦થી પણ વધારે વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂક્યો હોય ત્યારે તે આવી બધી બાબતોથી ચિંતા કરતો હોય એવું તમે માનો છો? આવી અમથી પીડાને તો એ જરાય ગણકારતો જ નથી. તે ગજબની ક્ષમતાવાળો છે. જોકે વધુ મહત્ત્વની વાત એ છે કે ધોનીના અંગૂઠામાં એવી કોઈ તકલીફ નથી તે સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિકેટકીપિંગ કરતી વખતે આંગળીઓ પર બૉલ વાગવાની વાત ધોની માટે કંઈ નવી નથી. આવા બૉલ વાગવાથી તેને કોઈ ફરક નથી પડતો.’

આ પણ વાંચો : World Cup 2019: આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આમને-સામને ટકરાશે

બૉય્ઝ ડે આઉટ

ઇન્ડિયન ટીમના પ્લેયર્સ હાલમાં ઇંગ્લૅન્ડમાં ચીલ કરી રહ્યા છે. ઇન્ડિયન ટીમ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ તરફ આગળ વધી રહી છે ત્યારે બંગલા દેશને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા રિલૅક્સ મૂડમાં જોવા મળી હતી. હાર્દિક પંડ્યાએ એક ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે જેમાં તેની સાથે મહેન્દ્ર સિંહ ધોની, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને મયંક અગરવાલ જોવા મળી રહ્યા છે. આ પાંચેય બૉય‍્ઝ ફ્રી ટાઇમમાં ડે આઉટ માટે બહાર ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK