વર્લ્ડ કપ 2019ની શરુઆત થઈ ચૂકી છે. આ વખતે વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં રમાઈ રહ્યો છે. વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ચૂકી છે અને પ્રેક્ટિસ સેશનમાં કમર કસી રહી છે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતીય ટીમ વર્લ્ડ કપની પહેલી મેચ 5 જૂને સાઉથ આફ્રિકા સામે રમશે. વર્લ્ડ કપની પહેલી મેચ પહેલા ભારતીય ટીમના સ્ટાર પ્લેયર્સ પ્રેક્ટિસ સેશન પછી સાઉથમ્પટનના રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા.
સાઉથમ્પટનના રસ્તાઓ પણ ભારતીય પ્લેયર્સ
ધોની, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ સાઉથમ્પટનના રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર ફોટો શૅર કર્યો હતો જેમાં ધોની અને લોકેશ રાહુલ સાથે સાઉથમ્પટનના રસ્તાઓ પર ચાલી રહ્યા છે. ઈંગલેન્ડ પહોંચતાની સાથે ભારતીય ટીમ પ્રેક્ટિસ સેશનમાં આકરી પ્રેકટીસ કરી રહી છે. આકરી પ્રેકટીસ બાદ ટીમના ખેલાડીઓ બહાર નીકળીને મોજ-મસ્તી કરતા પણ જોવા મળી રહ્યા છે. હાર્દિક પંડ્યા કાળા કલરના હૂડમાં જોવા મળી રહ્યા છે જ્યારે લોકેશ રાહુલ ગ્રે ટી-શર્ટમાં અને ધોની પણ બ્લેક લેધર જેકેટમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: કોહલીની સેના પહોંચી જંગલમાં, ઉપાડી ગન અને કર્યું ફાયરીંગ
ત્રણેય પ્લેયરનું ફોર્મ ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં કરશે સપોર્ટ
હાલ ધોની, હાર્દિક, કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. લોકેશ રાહુલ અને ધોનીએ વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશ સામે રમાયેલી અભ્યાસ મેચમાં સદી ફટકારી હતી. આ ત્રણેય પ્લેયરનું ફોર્મમાં રહેવુ ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં સપોર્ટ કરશે. ભારતીય ટીમ માટે લોકેશ રાહુલ ચોથા, ધોની 5માં અને હાર્દિક પંડ્યા છઠ્ઠા કે સાતમાં ક્રમે બેટિંગ કરશે. ભારતીય ટીમ કોઈ પણ પ્રેશર લેવા માગતી નથી અને આ જ કારણ છે ભારતીય ટીમ પ્રેક્ટિસ સેશન પછી હળવાશની પળો માણતી જોવા મળે છે આ પહેલા પણ ભારતીય ટીમે પેન્ટબોલની રમત માણી હતી.
Egoના કારણે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં મળી હારઃ વિરાટ કોહલી
Nov 28, 2019, 16:16 ISTઅમ્પાયર કુમાર ધર્મસેનાના નિર્ણયનો આઇસીસીએ કર્યો બચાવ
Jul 29, 2019, 10:34 ISTઆ દિગ્ગજે ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આપી અરજી
Jul 27, 2019, 18:00 ISTપૉઇન્ટ ટેબલને આધારે ટાઈ ફાઇનલમાં ચૅમ્પિયન નક્કી કરવો જોઈએ : ઇયાન ચૅપલ
Jul 22, 2019, 10:52 IST