2019 વર્લ્ડ કપમાં મારું સિલેક્શન નહીં થાય તે મને ધોનીએ પહેલાં જ કહ્યું હતું: યુવરાજ સિંહ

Updated: 4th August, 2020 16:53 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ભારતીય ટીમે 2011નો વર્લ્ડ કપ જીત્યો ત્યારે યુવરાજ મેન ઓફ ધ સીરિઝ હતો

યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ તસવીર)
યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ તસવીર)

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh)એ 2019ના વર્લ્ડ કપમાં તેના સિલેક્શન ન થવા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ક્રિકેટરે કહ્યું છે કે, મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)એ મને પહેલેથી જ કહ્યું હતું કે પસંદગી દરમિયાન મારા નામ પર વિચાર કરવામાં આવશે નહીં. યુવરાજ સિંહે 2017માં વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસમાં છેલ્લી મેચ રમી હતી અને પછી 2019માં નિવૃત્તિ લીધી હતી.

યુવરાજ સિંહે કહ્યું હતું કે, જ્યારે હું પાછો આવ્યો ત્યારે વિરાટ કોહલી (Virat Kohli)એ મને સપોર્ટ કર્યો હતો. જો તેણે મને સપોર્ટ ન કર્યો હોત તો મારુ કમબેક ન થયું હોત. બીજી તરફ ધોનીએ 2019ના વર્લ્ડ કપ અંગે મને સાચી તસવીર બતાવી હતી. તેણે મને કહ્યું હતું કે, સિલકેટર્સ તારા નામ વિશે વિચાર નથી કરી રહ્યાં. મેં તારા માટે એ બધું કર્યું જે હું કરી શકતો હતો. ધોનીએ 2011ના વર્લ્ડ કપ સુધી મારા પર પૂરો વિશ્વાસ રાખ્યો હતો અને તે મને કહેતો હતો કે તું મારા મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. ત્યારબાદ હું બીમાર પડ્યો હતો અને મેં રમતમાં વાપસી કરી ત્યારે ટીમ અને રમત બન્નેમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. એટલે જ જ્યારે 2015ના વર્લ્ડ કપની વાત છે તો તમે દરેક વસ્તુ પર વાત ન કરી શકો. તેમજ હું સમજી ગયો હતો કે, એક કેપ્ટન તરીકે તમે બધી વસ્તુઓનો જવાબ નથી આપી શકતા. કારણકે અંતે તમારે તમારી ટીમના પ્રદર્શન પર ધ્યાન આપવાનું હોય છે.

નોંધનીય છે કે, યુવરાજ સિંહે 40 ટેસ્ટની 62 ઇનિંગ્સમાં 33.92ની એવરેજથી 1,900 રન બનાવ્યા છે. તેમાં 3 સદી અને 11 ફિફટી પણ છે. જ્યારે 304 વનડેની 278 ઇનિંગ્સમાં 36.55ની એવરેજથી 8,701 રન બનાવ્યા છે અને વનડેમાં તેણે 14 સેન્ચુરી અને 52 ફટકારી મારી છે. યુવરાજે 58 T-20માં 28.02ની સરેરાશથી 1,177 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો તેણે ટેસ્ટમાં 9, વનડેમાં 111 અને T-20માં 28 વિકેટ ઝડપી છે.

First Published: 4th August, 2020 16:46 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK